જીવરાજ પાર્કમાં બોલેરો ચાલકે બેફામ સ્પીડે બે બાળકોને હડફેટે લેતા બાળકીનું મોત
સેન્ટીંગનો સામાન ઠલવવા માટે આવ્યો ત્યારે બનેલો બનાવ,2 વર્ષનો બાળક ઘાયલ
જીવરાજ પાર્કમાં નવા બંધાતા બિલ્ડીંગની બાંધકામ સાઈટ પર રમતા બાળકોને પુરપાટ ઝડપે આવેલ બોલેરોએ હડફેટે લેતા એક બે વર્ષની બાળકીનું મોત થયું હતું જયારે એક બાળકને ઈજા થઇ હતી પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોધ્યો છે.
મવડી વિસ્તારમાં જીવરાજ પાર્ક પાસે સિધ્ધી સેફ નામની બાંધકામ સાઈટ ઉપર મજુરી કરતા અને ત્યાજ રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની લવરસીંગ ખરાણીની નાની 2 વર્ષની નાની પુત્રી પ્રિયાંશી તેની મોટી બહેન અને અન્ય બાળકો સાથે બાંધકામ સાઈટ પર રમતી હતી ત્યારે બાંધકામ સાઈટ ઉપર સેન્ટીંગનો સામાન ઠલવવા માટે આવેલું એક બોલેરો પીકઅપ વાહનના ચાલકને બાળકો રમતા હોવા છતાં બેફામ સ્પીડે બોલેરો ચલાવતા ત્યાં રમતી પ્રિયાંશીને હડફેટે ચડી જતા તેનું સારવાર માળે તે પૂર્વે જ મોત નિપજયું હતું જ્યારે ઋતિક નામના બાળકને પણ ઈજા થતા સારવારમાં ખસેડાયો હતો.
