પૂર્વ લદાખમાં સેનાએ ચીનને કેવો આપ્યો મેસેજ ? શું કર્યું ? જુઓ
ભારતે ફરી એકવાર ચીનને પોતાની તાકાત બતાવી છે. ભારતીય સેનાએ લદાખમાં છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમાનું અનાવરણ કર્યું છે. છત્રપતિ શિવાજીની આ ભવ્ય મૂર્તિને 14,300 ફૂટ ઊંચાઈ પર પૈગોંગ ત્સો ઝીલના કિનારે લગાવવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન ભારતીય સેનાના ઘણાં વરિષ્ઠ સૈન્ય અધિકારી પણ હાજર રહ્યા હતાં. ભારતે આવું કરીને ચીનને કડક સંદેશો આપ્યો છે. ગુરુવારે પ્રતિમાનું અનાવરણ થયું હતું.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટર પણ મુકાઇ છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ’26 ડિસેમ્બર 2024ના દિવસે પૈગોંગ ત્સોના કિનારે 14,300 ફૂટની ઊંચાઈ પર છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
આ પ્રતિમા વીરતા, દૂરદર્શિતા અને અટલ ન્યાયનું પ્રતીક છે. આ પ્રતિમાનું અનાવરણ લેફ્ટિનન્ટ જનરલ હિતેશ ભલ્લાએ કર્યું. આ કાર્યક્રમમાં જીઓસી ફાયર એન્ડ ફ્યુર કૉર્પ્સ અને મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના જવાન સામેલ થયા હતા.
ભારતીય શાસક છત્રપતિ શિવાજી મહારાજ અભૂતપૂર્વ વીરતાના પ્રતીક છે, જેનો વારસો પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યો છે. લદાખના અમુક વિસ્તારોને લઈને ભારત અને ચીનની વચ્ચે તણાવ રહે છે. એવામાં ભારતે લદાખમાં છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા લગાવીને ચીનને કડક સંદેશો આપવાનું કામ કર્યું છે. ભારતના આ પગલાને પોતાની સંપ્રભુતા અને અખંડિતતાની રક્ષા કરવાનો સંકલ્પના પ્રતીક રૂપે જોઈ શકાય છે. સાથે જ ભારતે ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો કે, તે પોતાના દાવાથી પાછળ નહીં હટે.