ખુશીના આંસૂ….
ટીમ ઈન્ડિયા માટે મેલબર્ન ટેસ્ટમાં નીતિશકુમાર રેડ્ડીએ શાનદાર સદી બનાવી હતી. નીતિશની આ બેટિંગ તેના પિતા મુત્યાલા રેડ્ડીએ સ્ટેડિયમમાં બેસીને નિહાળી હતી. જેવી પુત્રની સદી પૂર્ણ થઈ કે તેમની આંખમાંથી આંસૂ સરી પડ્યા હતા. મેલબર્નના ઐતિહાસિક મેદાન પર નીતિશ રેડ્ડીના પિતા મુત્યાલા ૮૦ હજાર દર્શકો વચ્ચે બેસીને મેચ જોઈ રહ્યા હતા. જ્યારે નીતિશ ૯૯ રને પહોંચ્યો તો ભારત પોતાની નવ વિકેટ ગુમાવી ચૂક્યું હતું. મોહમ્મદ સીરાજ બેટિંગ કરી રહ્યો હતો અને ઑસ્ટે્રલિયાના કેપ્ટનની ઓવરના ૩ બોલ બચ્યા હતા. પિતા સાથે તમામ ચાહકોને ડર લાગી રહ્યો હતો કે નીતિશ નોન સ્ટ્રાઈક એન્ડ પર ન રહી જાય. જો કે આખરે નીતિશે સદી પૂર્ણ કરી લીધી હતી.