ઈન્ડિયા ગઠબંધનમાં શું થયો ભૂકંપ ? કોની વચ્ચે શરૂ થઈ ખુલ્લી લડાઈ ? વાંચો
ભાજપને અને એનડીએને હરાવવાના સપના સાથે મેદાનમાં આવેલા ઈન્ડિયા ગઠબંધનમાં જોરદાર બબાલ શરૂ થઈ ગઈ છે. દિલ્હી વિધાનસભાની ચુંટણી નજીક આવી કે તરત જ ગઠબંધનના આપ અને કોંગ્રેસ બંને પક્ષો પોતાની પાર્ટીના વિકાસ માટે ખુલ્લી લડાઈ પર ઉતરી આવ્યા છે. ગઠબંધનમાં ફૂટ ખુલ્લી રીતે બહાર આવી ચૂકી છે.
કોંગ્રેસના નેતા અજય માકને કેજરીવાલને રાષ્ટ્રદ્રોહી કહ્યા બાદ વાત એટલી વણસી ગઈ છે કે ગુરુવારે આપ દ્વારા એવી જાહેરાત કરાઇ હતી કે અમે ઈન્ડિયા ગઠબંધનમાંથી કોંગ્રેસને હાંકી જ કાઢવાની માંગ કરશું. આમ હવે આ ગઠબંધન મોસંબિની જેમ કટકે કટકા થઈ જવા પર આવી ગયું છે. જો માકન સામે તત્કાળ પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસને ગઠબંધનમાંથી જ કઢાવી નાખવાની ધમકી પણ અપાઈ છે.
આપના નેતાઓએ મીડિયા સામે એમ કહી દીધું હતું કે કોંગ્રેસની હરકતોને લીધે ઈન્ડિયા ગઠબંધનની એકતાને નુકસાની થઈ રહી છે. કોંગ્રેસ સાથે હવે આગળ ચાલી શકાય એમ જ નથી. તેના નેતાઓ આપને નુકસાન કરવાના પ્રયાસ કરી રહ્યા છે.
૨૪ કલાકમાં માકન સામે એક્શન લેવાની આપની કોંગ્રેસને ચેતવણી
ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના નેતા આતિશીએ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતા અજય માકનની ફરિયાદ કરી હતી અને એમ કહ્યું હતું કે માકં સામે ૨૪ કલાકમાં જ એક્શન લેવા માટે કોંગ્રેસને ચેતવણી આપવામાં આવી છે. જો આમ નહીં થાય તો કોંગ્રેસને ઈન્ડિયા ગઠબંધનમાંથી જ બહાર કરી દેવાની સાથી પક્ષો સાથે વાત કરવામાં આવશે. આપના નેતા સંજય સિંહે પણ મીડિયા સામે આવી જ વાત કરી હતી.
ભાજપ હવે કોંગ્રસને ફંડ આપી રહ્યો છે અમારી સામે બંને સંપી ગયા છે; આપ
આતિશી અને સંજય સિંહે એવો આરોપ પણ મૂક્યો હતો કે હવે તો ભાજપ પણ કોંગ્રેસને ફંડિંગ કરે છે. દિલ્હીમાં સંદીપ દીક્ષિત અને અન્ય કોંગ્રેસી ઉમેદવારો માટે ભાજપે ફંડ આપ્યું હોવાનું અમને જાણવા મળ્યું છે. આપને હરાવવા અને તોડવા માટે ભાજપ અને કોંગ્રેસ દિલ્હીમાં આ રીતે ગેમ રમી રહ્યા છે. કોંગ્રેસના નેતા ભાજપની લખેલી સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે. હવે કોંગ્રેસને જ ગઠબંધનની બહાર કરવાની જરૂર છે.