ગોંડલમાં 681 નંગ ચાઇનીઝ ફીરકી સાથે વેપારી પકડાયો
ઉતરાણ પર્વ નજીક આવતા જ જીવલેણ ચાઇનીઝ ફીરકીનું વેચાણ કરતાં વેપારીઓ સામે પોલીસે લાલ આખ કરી છે.ત્યારે ગોંડલમાં નાની બજાર વિસ્તારમાં દુકાનમાંથી પોલીસે 1 લાખની કિંમતની 681 નંગ ચાઈનીઝ ફીરકીનો જથ્થો કબજે કર્યો હતો.મળતી વિગતો મુજબ,ગોંડલ ડીવાયએસપી કે.જી ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પોલીસ મથકના પીઆઈ એ.સી.ડામોરની રાહબરીમાં પીએસઆઈ વી.જે.જાડેજા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.આ સમયે મળેલી બાતમીના આધારે પોલીસની ટીમે ગોંડલમાં નાની બજાર આંબલી શેરીમાં ગોવર્ધન કોમ્પ્લેક્સમાં ઉપરના માળે આવેલી દુકાનમાં દરોડો પાડ્યો હતો.અને અહીં દુકાનમાં તપાસ કરતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. દુકાનમાંથી પોલીસે કુલ 681 નંગ ફીરકી કિંમત 1,02,150 નો જથ્થો કબજે કરી ધંધાર્થી હનીક ઓસમાણભાઈ નાલબંધ (રહે. ભગવતપરા ગેટ વાળી શેરી, ગોંડલ) સામે જાહેરનામા ભગ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.