પરિણીતા સાથે મારકૂટ કરી સાસરિયાંઓએ કાઢી મૂકી
ગાંધીગ્રામમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ દહેજ અને કામ બાબતે મેણા ટોણા મારી ઝગડો કરતાં જુનાગઢના સાસરિયા સામે નોંધાવી ફરિયાદ
શહેરમાં ગૌતમનગરમાં માવતરના ઘરે રહેતી પરિણીતાને જુનાગઢના સાસરિયાઓ દહેજ અને કામ બાબતે મેણા ટોણા મારી ઝગડો કરી તેણીને કાઢી મૂકતાં પરિણીતાએ જૂનાગઢ રહેતાં પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. વિગત મુજબ ગાંધીગ્રામમાં ગૌતમનગરમાં રહેતાં મનીશાબેન દિપેશભાઇ ગઢવી (ઉ.વ.29) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પતિ દિપેશ, સસરા નટવરલાલ, સાસુ પન્નાબેન (રહે. ત્રણેય જૂનાગઢ) અને નણંદ જાગૃતિબેન ઝીબા (રહે. રાયપુર) નું નામ આપી જણાવ્યું હતું કે, તેણીના લગ્ન તા. 24/01/2017 ના દિપેશભાઇ સાથે થયેલા અને લગ્ન બાદ તે સંયુક્ત પરીવારમાં રહેતા હતાં.લગ્ન બાદ દોઢ વર્ષ ઘર સંસાર સારી રીતે ચાલ્યા બાદ દિકરાનો જન્મ થયેલ જે હાલ તેણીના પતિ પાસે છે. તેમના પતિ અવાર-નવાર નાની નાની બાબતે બોલાચાલી કરી ઝઘડો કરતા તેમજ સાસુ ઘરના કામકાજ બાબતે નાની નાની વાતમાં ઝઘડો કરતા અને પાડોશમાં થોડીક વાર માટે બેસવા જાવ તો પણ બોલાચાલી કરતાં હતાં.મોટા નણંદ જાગ્રુતીબેન તેણીના પતિને ચઢામણી કરી પતિ પત્ની વચ્ચે ઝઘડો કારાવતા હતાં. નણંદ કહેતા કે, આને કાઢી મુકો પછી જ, હું આપણા ઘરે આવિશ, તેણીને ત્રણ મહિનાની પ્રેગ્નેન્સી દરમિયમાન સાસુ ગેરવ્યવહાર કરી અલગ કરી નાંખેલ હતાં. તેમજ પતિએ ફડાકો ઝીંકી તારા પિતા ભીખારી છે,દહેજમાં કઈ જ આપ્યું નથી કહી ગાળો આપતા હતાં. જેથી માવતરના ઘરે આવ્યા બાદ અંતે ફરિયાદ નોંધાવી હતી.