રાજકોટીયન્સ એન્ટરટેનમેન્ટ માટે ક્રેઝી છે:દર્શીલ સફારી
“આખરી લોકલ નાટક”માટે રાજકોટ આવેલો દર્શીલ સફારી “વોઇસ ઓફ ડે” મીડિયાનો ખાસ મહેમાન બન્યો:તારે જમી, કચ્છ એક્સપ્રેસ બાદ હવે મહાત્મા ગાંધી વેબસિરિઝમાં પ્રતિક ગાંધી સાથે તો જાણીતી અભિનેત્રી અદા શર્મા સાથે ફિલ્મમાં જોવા મળશે દર્શીલ:એલાઈટ ક્રાફ્ટ સ્ટુડિયો અને એમ.જે.સીને વીંગ્સ પ્રસ્તુત આખરી લોકલ નાટક હાઉસફુલ
રાજકોટ તારે જમીં પર…નો ઈશાન અવસ્થી 18 વર્ષ પછીય હજુ લાખો ચાહકોમાં સિતારો તરીકે ચમકી રહ્યો છે,રવિવારે “આખરી લોકલ નાટક”માટે રાજકોટ આવેલો દર્શીલ સફારી “વોઇસ ઓફ ડે” મીડિયાનો ખાસ મહેમાન બન્યો હતો. રવિવારે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે એલાઈટ ક્રાફ્ટ સ્ટુડિયો અને એમ.જે.સીને વીંગ્સ પ્રસ્તુત આખરી લોકલ નાટક હાઉસફુલ રહ્યું હતું.
નાટક માટે લોકોનો મિજાજ જાણી પ્રભાવિત થયેલા દર્શિલે ‘વોઇસ ઓફ ડે’ સાથેની વિશેષ જણાવ્યું કે,રાજકોટીયન્સ એન્ટરટેનમેન્ટ માટે ક્રેઝી છે. નાટકના કોઈપણ પ્રમોશન કે માર્કેટિંગ વિના આખો ઓડિટોરિયમ ભરચકક થઈ જાય એટલે અમને કલાકારોને સોનામાં સુગંધ ભળે તેવી લાગણી અનુભવાય.તારે જમી પર પછી દર્શીલ હવે ક્યાં પાત્રમાં જોવા મળશે..? જેના જવાબમાં તેને કહ્યું કે ટૂંક સમયમાં તે મોટા બેનરની ફિલ્મોમાં દિગગજ કલાકારો સાથે જ જોવા મળશે, આ ઉપરાંત આગામી સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર “મહાત્મા ગાંધી” વેબસિરીઝમાં પ્રતીક ગાંધી સાથે અભિનય કરતો જોવા મળશે આ ઉપરાંત જાણીતી અભિનેત્રી અદા શર્મા સાથે કોમેડી મુવીમાં તે આવી રહ્યો છે.
થોડા સમય પહેલા દર્શીલ ગુજરાતી ફિલ્મ “કચ્છ એક્સપ્રેસ”માં જોવા મળ્યો હતો. હાલમાં દર્શિલ સક્રિય રીતે થિયેટરમાં કામ કરી રહ્યો છે. થોડા સમય પહેલા જ દર્શિલ સફારીએ આમિર ખાન સાથે ચાલી રહેલા પ્રોજેક્ટનો ફર્સ્ટ લુક શેર કર્યો હતો જેને ચાહકોએ ખૂબ જ વખાણ્યો હતો. 2007માં દશૅન સફારીએ આમિર ખાનની ફિલ્મ “તારે જમીન પર” દ્વારા બાળ કલાકાર તરીકે બોલિવૂડમાં પ્રવેશ કરતાની સાથે જ ચાહકોમાં છવાઈ ગયો છે. રાતોરાત આ ફિલ્મ થતી સુપરસ્ટાર બની ગયા બાદ પણ તેના વ્યક્તિત્વમાં હજુ પણ એ જ માસુમિયત અને નિખાલસતા રાજકોટવાસીઓને જોવા મળી હતી.
આખરી લોકલ….ટ્રેઇન છૂટી ગયા બાદ રહી ગયેલી બે વ્યક્તિઓ વચ્ચેની મુલાકાત અને લાગણીના તાણાવાણા
“વોઇસ ઓફ ડે” સાથેની મુલાકાતમાં પોતાના અભિનય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે મારા માટે થિયેટર હોય કે પછી ઓટીટી કે ફિલ્મ…. મને અભિનય દરેક પ્લેટફોર્મ પર પસંદ છે. દરેક જગ્યાએથી હું દરરોજ નવું શીખતો રહું છું. કરીને રાજકોટમાં અને અમદાવાદમાં લોકોને ઘેલું લગાડનારા આખરી લોકલ નાટક વિશે તેને કહ્યું કે, આ કોમેડી અને ફેમિલી ડ્રામા છે. આપણા દેશના રેલ્વે પ્લેટફોર્મ પરની એ વાર્તા છે કે જ્યાં અજાણ્યા સાથે પણ લાગણીઓનો ભંડાર છે તો દુઃખ સુખના સાથી સાથેના જીવનભરના સંભારણા બની જાય છે. છેલ્લી લોકલ ટ્રેન છૂટી ગયા બાદ પ્લેટફોર્મ પર રહી ગયેલી બે વ્યક્તિ કે જેની ઉંમર અને વિચારો બંને અલગ છે, બંને વચ્ચે કઈ રીતે વાતચીત શરૂ થાય છે અને જીવનના તમામ ઈમોશન્સ વ્યક્ત થાય છે.
મારો અભિનય કેવો લાગ્યો…? બેક સ્ટેજ હું રિવ્યુ લવું છું
નાટક પૂરું થઈ જાય ત્યારબાદ બેક સ્ટેજ મને પ્રેક્ષકો સાથે વાત કરીને રિવ્યુ લેવાની આદત છે જેથી કરીને તમારામાં શું બદલાવ લાવવાની જરૂર છે તે ખુદ તમે પોતે જ પ્રેક્ષક કે દર્શક પાસેથી જાણી શકો.દર્શીલએ કહ્યું કે, તમે અભિનય કરો છો તે દર્શકોને ધ્યાનમાં રાખીને કરતા હોય છે તો પછી દર્શકોને આપણી પાસેથી શું અપેક્ષા છે અથવા તો અભિનયમાં શું ચેન્જ લાવવાની જરૂર છે તે જાણવા માટે દર્શકોને મળી તેની પાસેથી નવી નવી વાતો જાણું છે.
રાજકોટના બે પ્રતિભાશાળી પ્રોડ્યુસર નીરજ રાઠોડ અને મનદીપસિંહ જાડેજા: નાટકથી લઇ ફિલ્મ સુધીની સફર ઓડિયન્સને કરાવશે
રાજકોટના બે પ્રતિભાશાળી પ્રોડ્યુસર નાટક થી લઇ ફિલ્મ સુધીની સફર ઓડિયન્સને કરાવશે.જેમાં અલાઈટ ક્રાફ્ટ સ્ટુડિયોના નીરજ રાઠોડ અને એમ.જે.સીને વીંગ્સના મનદીપસિંહ જાડેજા(વાજડીગઢ)નું આ સંયુક્ત સાહસ સૌરાષ્ટ્રવાસીઓ માટે હવે ઍન્ટરટેનમેન્ટ ક્ષેત્રમાં કંઈક નવું લાવવાના અભિગમ સાથે “આખરી લોકલ નાટક” એક એવા વિષય સાથે લાવ્યા છે કે જે આજની નવી પેઢી સાથે તમામ એઇજના પ્રેક્ષકોને પસંદ પડે તેવા આ નાટકમાં દર્શિલ સફારીની સાથે આર્યન દેશપાંડે અને રાજકોટના જાણીતા અભિનેતા અને ઉદ્ઘોષક ચેતસ ઓઝા અભિનય આપી રહ્યા છે અમદાવાદમાં આ નાટકની ધૂમ મચાવ્યા બાદ રાજકોટમાં રવિવારે પણ નાટકને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. હવે આગામી સમયમાં “ખટ્ટીમીઠી” વેબસીરિઝ જે ઓટીટી પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં રિલીઝ થશે, ત્યારબાદ હિન્દી ફિલ્મ “ધ શૂ આય વોર”ને લઈને આવી રહ્યા છે.થિયેટરથી લઈ સીનેજગત સુધી રાજકોટને ચમકાવા નીરજ રાઠોડ,મનદીપસિંહ જાડેજા,નિસર્ગ તલાટીયા મહેનત કરી રહ્યા છે.