૧૦ વર્ષમાં ૧.૫ લાખ નવી નોકરી : ૮૨,૬૭૫ની તો સીધી ભરતી
GPSC અને GSSSB દ્વારા થશે પ્રક્રિયા : જુદા જુદાસ ૧૮ વિભાગોમાં થશે નોકરીની લ્હાણી
ગુજરાત સરકારે આગામી દાયકામાં દોઢ લાખ નોકરીની તકો ઉભી કરવાની કવાયત હાથ ધરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યના 18 વિભાગોમાં 82,675 કર્મચારીઓની સીધી ભરતી કરવામાં આવશે. જ્યારે શિક્ષણ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ સહિતના આઠ વિભાગો માટે આ અંગે ભરતીની ચર્ચા ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સીધી ભરતીની કુલ સંખ્યા 1.5 લાખ સુધી પહોંચવાની ધારણા છે.
જે 18 વિભાગોમાં 82,675 કર્મચારીઓની ભરતી નક્કી કરવામાં આવી છે, તેમાં ગૃહ વિભાગનો હિસ્સો 50% થી વધુ છે. સરકારે આગામી દસ વર્ષમાં ગૃહ વિભાગમાં 43,389 કર્મચારીઓની નિમણૂકને મંજૂરી આપી છે.
જે વિભાગો પર ચર્ચા ચાલી રહી છે તેમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, પંચાયતો, ગ્રામીણ ગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને આરોગ્યના બાકીના કેડરનો સમાવેશ થાય છે.
જે વિભાગમાં ભરતી અંગે પ્રાથમિક ચર્ચા શરુ થઇ છે તેમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અને શિક્ષણ વિભાગનો સમાવેશ થાય છે.
આ સુત્રોએ જણાવ્યું હતું કે, “GPSC, GSSSB વગેરે સહિતની તમામ ભરતી એજન્સીઓ, વર્ષ મુજબની ભરતી યોજનાનું પાલન કરશે અને સામાન્ય વહીવટ વિભાગ આ પ્રક્રિયા ઉપર નજર રાખશે અને ભરતી સમયસર થાય તે જોશે.
હાલમાં સીધી ભરતીથી જે 82,675 જગ્યા ભરવાની છે તેમાં મોટાભાગની વર્ગ 3ની જગ્યાઓ (78,241) છે. વર્ગ 2 માં, 3,950 નવી ભરતી કરવામાં આવશે અને 484 વર્ગ 1 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે,