રાજકોટ : રૈયા ૨૫૦ની અબજોની જમીનમાં સિવિલ કોર્ટના હુકમ સામે મનાઈ હુકમ
- સ્વ.કાંતિલાલ પટેલ અને તેમના કૌટુંબિક સગાઓએ અદાલતને ગેરમાર્ગે દોર્યા હોવાની અદલાતમાં રજુઆત
રાજકોટના રૈયા ગામના રેવન્યુ સર્વે નંબર ૨૫૦ની ન્યુ રેષકોર્ષ નજીક આવેલ અબજો રૂપિયાની કિંમતની ૧૯૮-૩૯ ગુંઠા જમીન બાબતે સ્વ. કાંતિલાલ અંબાલાલ પટેલ તથા તેના કૌટુંબીક સગા ધનંજય વલ્લભભાઈ પટેલે સાચા માલિકી હકક છુપાવી, સરકાર તથા મુળ જમીન માલિક એચ.બી.જાડેજાના માલિકી હકકને અસર પહોંચે તે રીતે, સિવીલ કોર્ટને ગેરમાર્ગે દોરી ફકત ૪૯ દિવસમાં હુકમનામું સને-૨૦૦૦ની સાલમાં સ્પે.દી.કેસ.નં. ૩૫૦/૨૦૦૦ની વિગતેના દાવામાં મેળવી લીધા બાદ આ ચકચારી કેસમાં સિવિલ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવતા અદાલતે પ્રથમ મુદતે જ બન્ને પક્ષકારોને સાંભળી નીચેની અદાલતમાં ચાલુ હતો તે મનાઈ હુકમ આપેલ છે.
રાજકોટના ન્યુ રેષકોર્ષ નજીક આવેલ અબજોની કિંમતની રૈયા 250ની જમીન મામલે હુકમનામું સરકાર અને જમીન માલિકના હકકો વિરૂધ્ધ ડ્રોડયુલન્ટલી મેળવેલ હોય, જે તે હુકમનામું સેટેસાઈડ કરવા માટે રાજકોટ સિવીલકોર્ટમાં કાયદાના પ્રબંધો મુજબ દાવો દાખલ કરવામાં આવેલ. તે દાવાની વિગતો મુજબ રૈયાના રે.સ.નં.૨૫૦ની જમીન બાબતે સને-૧૯૭૬ થી ૨૦૨૪ સુધીના એગ્રીકલ્ચર લેન્ડ સિલીંગના પ્રોસીડીંગ્સ સબ-જયુડીશ હતા અને જે તે જમીન બાબતે સરકાર તેમજ મુળ જમીન માલિક સ્વ.એચ.બી.જાડેજા અને તેના કુટુંબીજનોના રાખવાપાત્ર ખેતી જમીન બાબતેનું નિર્ણય થવાનો બાકી હોવા છતાં સરકારને તે સ્વ. એચ.બી.જાડેજાને જોડયા વગર સ્વ. કાંતિલાલ અંબાલાલ પટેલએ સ્વ. એચ.બી.જાડેજાના મુખત્યારનામામાં ચેડાયુકત કુલમુખત્યારનામાં આધારે તેના કૌટુંબીક સગા ધનંજય વલ્લભભાઈ પટેલે ફુલમુખત્યાર દરજજે કરી આપેલ કરારનો વિશેષ અમલ મેળવવા રાજકોટ કોર્ટમાં સ્પે.દી.કેસ.નં.૩૫૦/ ૨૦૦૦નો દાવો દાખલ કરેલ હતો.
આ દાવામાં ધનંજય વલ્લભભાઈ પટેલ તાત્કાલિક હાજર થઈ, વાદી સાથે ગુનાહીત મિલાપીપણામાં કબુલાત સાથે દાવાનું હુકમનામું ફક્ત ૪૯ દિવસમાં કરાવી ગયેલ. જે તે દાવામાં આ બન્ને પક્ષકારોએ કોર્ટ પાસે છુપાવેલ કે, દાવા સમયે પણ સ્વ. એચ.બી.જાડેજાની રાખવાપાત્ર જગ્યા નકકી થયેલ ન હતી અને જે તે જગ્યામાં સરકારનું હિત સમાયેલ છે તે વિગતો સપ્રેસ કરી, ડેવલપમેન્ટ માટેની કાર્યવાહી પુરતા કુલમુખત્યારનામામાં મિલ્કત બાબતેના કાનુની હકકોનો હાથે પેનથી લખી ઉમેરો કરી સિવીલ કોર્ટને ગેરમાર્ગે દોરી હુકમનામું મેળવેલ. જે ૨દ ક૨વા સ્વ.એચ.બી.જાડેજા એ રાજકોટ કોર્ટમાં દાવો સને-૨૦૦૨માં કરેલ કટો.
આ દાવામાં સરકાર તરફે રેવન્યુ રેકર્ડ મુકી બતાવવામાં આવેલ કે, દાવાવાળી જગ્યા આજની તારીખે સરકારના નામે છે, તેમ છતાં સિવીલકોર્ટએ તે દસ્તાવેજ વિરૂધ્ધ સદરહું જગ્યાને ખાનગી બતાવી કોર્ટ સાથે ફરેબ કરી હુકમનામું મેળવનારનું હુકમનામું રદ કરવાનું મુનાસિબ માનેલ નહી. જેથી રાજકોટ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવેલ.ઉપર્યુકત અપીલમાં એક પક્ષકાર સિધ્ધી ઈન્ફ્રાસ્ટકચર્સ એન્ડ ડેવલપર્સ નામની પેઢીએ કેવીએટ કરેલ. પરંતુ અપીલ અદાલતએ પ્રથમ મુદતે જ બન્ને પક્ષકારોને સાંભળી નીચેની અદાલતમાં ચાલુ હતો તે મનાઈહુકમ અપીલના કામમાં એકસ્ટેન્ડ કરેલ છે.આ કેસમાં સ્વ. એચ.બી.જાડેજા તરફે જાણીતા એડવોકેટ વિકાસ શેઠ રોકાયેલ છે.