રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ફ્રૂટ-ગરમ વસ્ત્રોની રેંકડી કાઢી, રિક્ષા ચલાવી હત્યારાને પકડ્યો !!
- 12 વર્ષ પૂર્વે ભક્તિનગરમાં માતા અને પત્નીની હત્યા કરી યુપીના ગાઝીયાબાદમાં છુપાયો હતો : ત્રણ દિવસ સુધી ગીચ વિસ્તારમાં ડેરા નાખી દબોચ્યો
પોલીસ દ્વારા ગુનેગારોને પકડી પાડવા માટે વેસ પલટો કરીને રેકી કરવામાં આવતી હોય છે બાદમાં અનેક દિવસની મહેનત બાદ ગુનેગારો હાથ લાગતાં હોય છે. ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડબલ મર્ડરના આરોપીને પકડી પાડવા માટે ઉતરપ્રદેશના ગાઝીયાબાદ ખાતે ગીચ વિસ્તારમાં ડેરા નાખવામાં આવ્યા હતા.અને ફ્રૂટ-ગરમ વસ્ત્રોની રેંકડી કાઢી, રિક્ષા ચલાવી રેકી કરીને ત્રણ દિવસની મહેનત બાદ હત્યારાને પકડી પાડવામાં આવ્યો હતો.
વિગત મુજબ રાજકોટમાં ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં 12 વર્ષ પૂર્વે પવન ઉર્ફે પ્રવિણ રામશંકર શર્મા નામનોઆરોપી દ્વારા તેની માતા અને પત્નીની હત્યા કરવામાં આવઇ હતી અને તે છેલ્લા બાર વર્ષથી પોલીસ પકડથી દૂર હતો.ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.આર.ગોંડલીયા,એમ.એલ. ડામોર,સી.એચ જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એન.પરમાર તથા ટીમના કર્મચારી પૈકી એ.એસ.આઈ, જલદિપસિંહ વાઘેલા,હેડ કોન્સટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલા,કોન્સટેબલ હરસુખભાઇ સબાડ તથા મોહિલરાજસિંહ ગોહિલને મળેલ ચોક્કસ બાતમી મળતી હતી કે,આરોપી પવન ઉર્ફે પ્રવિણ ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદ ખાતે છુપાયેલો છે.જેથી ટીમ દ્વારા તે વિસ્તારમાં જઈ ફ્રૂટ-ગરમ વસ્ત્રોની રેંકડી કાઢી, રિક્ષા ચલાવી રેકી ત્રણ દિવસ રેકી કરી હતી.ઉપરાંત હિન્દી ભાષા બોલવામાં ખાસ પ્રભુત્વ મેળવ્યું હતું.અને બાતમી આધારે આરોપી તે વિસ્તારમાં આવતા જ ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.અને તેને ભકિતનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.વધુમાં જાણવા મળ્યું હતું કે,આરોપી પવન ઉર્ફે પ્રવિણ રામશંકર શર્મા રાજકોટમાં કોઠારીયા રોડ હુકડો કવાર્ટર પાછળ 12 વર્ષ પૂર્વે રહેતો હતો.અને ત્યારે તેના દ્વારા માતાની અને પત્નીની હત્યા કરવામાં આવી હતી.