આમરણાંત ઉપવાસ કરતા ખેડૂત નેતા ડલ્લેવાલ થયા બેહોશ
તબિયત લથડી જતાં ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા સારવાર અપાઈ
પંજાબ-હરિયાણાની ખનૌરી બોર્ડર પર અનશન પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલની તબિયત લથડી ગઈ હતી. અનશનના 24માં દિવસે તેઓ બેહોશ થઈ ગયા હતા. ખેડૂતોના સંગઠને કહ્યું કે ડલ્લેવાલ ઉલ્ટીને કારણે 10 મિનિટ સુધી બેહોશ રહ્યા હતા. છેલ્લા બે દિવસથી ડલ્લેવાલ મંચ પર ભાષણ આપવામાં પણ અસમર્થ હતા. આ કારણે ડલ્લેવાલના સ્વાસ્થ્યની દેખરેખ તંબુમાં જ કરવામાં આવી રહી હતી.

ગુરુવારે બપોરે ડલ્લેવાલની તબિયત ખૂબ જ લથડી ગઈ હતી અને તેઓ બેહોશ થઈ ગયા હતા. આ પછી તેમણે ત્રણથી ચાર વખત ઉલ્ટી પણ કરી હતી. ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.
દરરોજ ચેકિંગ થાય છે
ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલ છેલ્લા 24 દિવસથી અનશન પર છે. ડોકટરો દરરોજ તેમના સ્વાસ્થ્યની તપાસ કરી રહ્યા છે, જોકે છેલ્લા ઘણા દિવસોથી તેમના શરીરનું તાપમાન સ્થિર હતું. ડોકટરો દરરોજ બીપી, સુગર અને પલ્સ ચેક કરી રહ્યા છે. અનશન પર રહેવાને કારણે સતત તેમનું શરીર નબળું પડી રહ્યું હતું.