સંભલનાસાંસદ બર્કના ઘરે શું થયું ? કયું કૌભાંડ બહાર આવ્યું ? જુઓ
યુપીના સંભલના સપાના સાંસદ ઝિયા ઉર રહેમાન બર્કનું વીજળી ચોરીનું પરાક્રમ સામે આવ્યું છે, જેના કારણે વીજળી વિભાગની ટીમ ભારે પોલીસ દળ સાથે તેમના ઘરે પહોંચી હતી અને સાંસદ બર્કના ઘરે વીજળી તપાસ બાદ વીજળી કટ કરી દેવાઈ હતી. ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ અંગે વિસ્તારમાં થોડી અંધાધૂંધી પણ થઈ હતી. એમના ઘરે બે કનેક્શન મળી આવ્યા હતા. એમની સામે કેસ દાખલ થયો છે.
તપાસ મુજબ, ભારતીય વિદ્યુત અધિનિયમ 2003ની કલમ 135 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે વીજળી વિભાગના અધિકારીને પણ સાંસદના પિતા દ્વારા ધમકી આપવામાં આવી છે, તેમના ઘરે 16.5 કિલોવોટનો લોડ મળી આવ્યો હતો.
નવા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરના રીડિંગની તપાસ કરવા અને ઈલેક્ટ્રીસીટી ચેકીંગ માટે ગુરુવારે વહેલી સવારે વિદ્યુત વિભાગની ટીમ ભારે પોલીસ ફોર્સ સાથે સાંસદના નિવાસસ્થાને પહોંચી હતી. અને વીજ ઉપકરણો જપ્ત કરી તપાસ શરૂ કરી હતી.
એ પણ જોવામાં આવી રહ્યું છે કે અહીં રેપિડ એક્શન ફોર્સની સાથે પીએસીના જવાનો પણ કેટલી વીજળીનો ઉપયોગ કરે છે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર હાજર હતા. આ તપાસ છેલ્લા બે દિવસથી થઈ રહી હતી. સમગ્ર વિસ્તારમાં આ તપાસ કરાઇ રહી છે.