VIDEO : મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા પાસે નીલકમલ બોટ ડૂબી :110 લોકો હતા સવાર, 13ના મોત ; રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી બોટને અકસ્માત નડ્યો હતો. બોટમાં 80 મુસાફરો સવાર હતા. આ ઘટના બપોરે 3.55 કલાકે બની હતી. અકસ્માત બાદ ૧૦૧ લોકોને બચાવી લેવાયા છે અને 13 લોકોના મોત નિપજ્યા છે.
મૃતકોમાં ૧૦ પ્રવાસીઓ અને 3 નેવીના જવાનોનો સમાવેશ થઇ છે.
નૌકાદળ દ્વારા કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસના સંકલનમાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. નૌકાદળની 11 બોટ, મરીન પોલીસની 03 બોટ અને કોસ્ટ ગાર્ડની 01 બોટ પાણી વિસ્તારમાં તૈનાત છે. આ સિવાય 04 હેલિકોપ્ટર પણ આ કામમાં લાગેલા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે તેજ ગતિએ જઈ રહેલી એક નેવીની સ્પીડબોટ આ બોટ સાથે અથડાઈ હતી જેના કારણે દુર્ઘટનાગ્રસ્ત બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું અને તે ડૂબી ગઈ હતી.
બોટ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બોટ મુંબઈ નજીક ‘એલિફન્ટા’ ટાપુ તરફ જઈ રહી હતી, પરંતુ તે ઉરણ નજીક પલટી ગઈ. બોટ દુર્ઘટના બાદ નેવી, જેએનપીટી, કોસ્ટ ગાર્ડ, યલોગેટ પોલીસ સ્ટેશન 3 અને સ્થાનિક ફિશિંગ બોટની મદદથી રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ડૂબતી હોડીનું નામ નીલકમલ છે.
અમે જિલ્લા અને પોલીસ પ્રશાસન સાથે સતત સંપર્કમાં છીએ – ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું નેવી, કોસ્ટ ગાર્ડ, પોર્ટ અને પોલીસની ટીમોની બોટ તાત્કાલિક મદદ માટે મોકલવામાં આવી છે. અમે જિલ્લા અને પોલીસ પ્રશાસનના સતત સંપર્કમાં છીએ, સદનસીબે મોટાભાગના નાગરિકોનો આબાદ બચાવ થયો છે. જો કે બચાવ કાર્ય હજુ ચાલુ છે. જિલ્લા વહીવટીતંત્રને બચાવ કામગીરી માટે તે તમામ સિસ્ટમને તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.