નવા શૈક્ષણિક વર્ગમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 24 નવી ખાનગી સ્કૂલ શરૂ થશે
નવી શાળાઓ શરૂ કરવા માટે 65 અરજીઓ આવી, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સહિતની ટીમે સ્કૂલ માટે ગ્રાઉન્ડ, ક્લાસરૂમ સહિતની સુવિધાઓને ચકાસ્યા બાદ શહેરમાં અને જિલ્લામાંથી જ માત્ર ચાર સ્કૂલને મંજૂરી અપાય
રાજકોટ શહેર અને જિલ્લામાં નવી ખાનગી સ્કૂલો શરૂ કરવા માટે શિક્ષણ વિભાગમાં 65 અરજીઓ આવી હતી. જેમાંથી રાજકોટ શહેરમાં 44 માંથી 20 અને જિલ્લામાં 21 માંથી માત્ર 4 સ્કૂલને મંજૂરી મળતા કુલ નવી 24 ખાનગી સ્કૂલો આવતા વર્ષથી શરૂ થશે.
જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારએ જણાવ્યું હતું કે, શહેરમાં નવી ખાનગી સ્કૂલ શરૂ કરવા માટે કુલ 44 અરજીઓ આવી હતી, આ અરજીના આધારે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તમામ માપદંડોને તપાસીને આખરે 20 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. જ્યારે 24 અરજીઓને મંજૂરી મળી ન હતી.
ખાસ કરીને સ્કૂલનું ગ્રાઉન્ડ, શાળા બિલ્ડીંગ સાથે સંલગ્ન છે કે નહીં આ ઉપરાંત ક્લાસરૂમ અને શિક્ષણ માટેની અનેક સુવિધાઓ ની તપાસ કરવામાં આવી હતી.
જ્યારે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી શાળાઓની તપાસ શરૂ કરી હતી જેમાં 21 અરજીઓ આવી હતી પરંતુ ફાયર એનઓસી, બીયુ પરમિશન સહિતના નિયમોનું પાલન થયું ન હોવાથી 17 અરજીઓને રદ કરી હતી. ધોરણ છ થી આઠ માટે એક ખાનગી શાળા ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે.