રાજકોટ-જામનગરનાં પાવરધા મોટા વેપારીઓ ઝપટે ચડ્યાં: જીએસટી ચોરી 200 કરોડને પાર
સેન્ટ્રલ જીએસટીનો સપાટો: સ્ક્રેપ અને ઓઈલના 25 જેટલા વેપારીઓ સામે તપાસ:બોગસ બિલ, કોમ્પ્યુટર ડેટા અને બેન્કિંગ ડોક્યુમેન્ટ કબજે:હજુ ટેક્સચોરીનો આંક વધે તેવી શકયતા
સેન્ટ્રલ જીએસટી ડિપાર્ટમેન્ટએ ગુજરાતને ઘમઘોળી નાખી કરોડોની કરચોરીનો આંકડો બહાર લાવતા ખળભળાટ મચી ગયો છે તો કેટલાક કરચોરો બિઝનેસના શટર પાડીને ભોં ભીતર થઈ ગયા છે.સીજીએસટીએ જામનગર,રાજકોટ અને અમદાવાદમાં 25 જેટલા એકમો પર મેગા એક્શન કરી 200 કરોડથી પણ વધુની કરચોરી ઝડપી લીધી લઈ સ્ક્રેપના ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરી છે.
અમદાવાદ, જામનગર, રાજકોટમાં સીજીએસટીએ દરોડા પાડ્યા હતા. જેમાં 25 સ્થળો ઉપર જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 200 કરોડની કરચોરી સામે આવી છે. અમદાવાદમાં સ્ક્રેપ ડીલરને ત્યાં દરોડા પડ્યા હતા. જામનગર, રાજકોટમાં ઓઈલના વેપારીઓને ત્યાં દરોડા પડ્યા હતા.ખરીદીના બોગસ બિલ,સેલ્સ ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે.
ડાયરેક્ટર જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સે છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ, જામનગર, રાજકોટ સહિત રાજ્યના 25 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં અત્યારસુધી આશરે રૂ. 200 કરોડની કરચોરી ઝડપાઈ છે. આ કૌભાંડનો આંકડો વધવાની શકયતા છે.
રાજકોટમાં ડીજીજીઆઈએ પૂર્વ ધારાસભ્યના ભાઈની કંપની પર પણ દરોડા પાડ્યા હતા. જેમાં બેઝ ઓઈલની આયાત સંબંધિત મોટાપાયે કરચોરી કરી હોવાની શકયતા છે. હાલ તપાસ ચાલી રહી છે. જીએસટી અધિકારીઓ દ્વારા બંધ બારણે બિલો, બેન્ક ખાતા, કમ્પ્યુટરના ડેટા સહિતના તપાસ હાથ ધરવામાં આવતા કરોડોની કરચોરી બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી હતી.
