આંખના પલકારામાં ગઠીયાએ વકીલનો 80 હજારનો મોબાઈલ સેરવી લીધો..!
શહેરમાં મોબાઈલ ચોરીના વધી રહેલા બનવા વચ્ચે ગઠીયાએ વકીલને પણ પોતાનો સ્વીકાર બનાવ્યો હતો.પોતે ફોનમાં વાત કર્યાની થોડીક જ શ્રણમાં રૂ.૮૦ હજારનો કિંમતી મોબાઈલ કોઈ ગઠીયો સેરવી જતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વિગતો અનુસાર, નાનામવા મેઇન રોડ પર આવેલ અર્જુન પાર્કમાં રહેતા એડવોકેટ વિનેશ છાયાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તારીખ ૯/૧૨ ના રાત્રીના ૮ વાગ્યા આસપાસ પોતે પોતાની ૧૫૦ ફૂટ રીંગ રોડ ધ સ્પાઈ બીલ્ડીંગ-ર માં આવેલ પોતાની ઓફિસમાંથી નીચે ઉતરતા હતા તે દરમિયાન તેઓને ફોન આવેલી જેથી વાતચીત કર્યા બાદ પોતાના ખિસ્સામાં મોબાઈલ રાખી દીધો હતો.થોડીક દૂર પહોંચીને ખિસ્સામાં તપાસ કરતા મોબાઈલ મળી આવેલ નહિ. વિનેશભાઈએ પોતાના મોબાઈલમાં ફોન કરતાં એક રીંગ લાગ્યા બાદ મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો.ઘટના અંગે પોલીસે અજાણ્યા શખસ વિરૂદ્ધ ચોરીનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.