રાજકોટ સહિત 43 વેડિંગ ગારમેન્ટના વેપારીઓને ત્યાં જી.એસ.ટી.એ 6.70 કરોડની કરચોરી ઝડપી
ગ્રાહકો પાસેથી તગડી કિંમત વસૂલી બિલ બનાવ્યા વગરનો માલ વેચતા હતા:હજુ પણ કરચોરીનો આંકડો વધે તેવી શકયતા
રાજકોટ સહિત ગુજરાતભરમાં સ્ટેટ જીએસટીએ વેડિંગ ગારમેન્ટ ના વેપારીઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. બે દિવસે સુધી ચાલેલી તપાસ દરમિયાન નવ શહેરોમાંથી 6.70 કરોડની કરચોરી ઝડપાય છે.
આ અંગેની જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા રાજકોટ, સુરત, અમદાવાદ નવસારી, મહેસાણા, જુનાગઢ એમ નવ જેટલા શહેરોમાં જીએસટી ચોરી કરતા અને લોકો પાસેથી તગડા રૂપિયા લઈ બિલ વગરનો માલ વેચતાં વેડિંગ ગારમેન્ટના શો રૂમ અને ભાડે આપતાં વેપારીઓ પર દરોડા પાડ્યા હતા.એક તરફ સીજીએસટી અને સ્ટેટજીએસટી રાજકોટનું મહેમાન બન્યું હતું.
આ સપ્તાહમાં દરોડાના લીધે વેપારીઓને કડકડતી ઠંડી વચ્ચે પસીનો છૂટી ગયો હતો. જેમાં તપાસ દરમિયાન આ વેપારીઓએ પોતાની યુક્તિ વાપરી મોટાભાગે બિનહિસાબી વેચાણ કર્યું હતું. 8.5 કરોડના વ્યવહારોમાં 6.70 કરોડની કરચોરી ખુલી છે.જીએસટી એ 43 જેટલા સ્થળો પર તપાસ કરી હતી.જાણવા મળતી વિગતો મુજબ બિલ્ડરોને ત્યાંથી પર 1 કરોડના વ્યવહારો સામે આવ્યાં છે.