અમેરિકામાં કઈ બાબતે મચી ગઈ હલચલ ? એવુ તે શું થયું કે ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા ? વાંચો
અમેરિકાના ન્યૂ જર્સીમાં શુક્રવારે મોડી રાત્રે આકાશમાં રહસ્યમયી ડ્રોન દેખાતા હોબાળો થઈ ગયો હતો. ડ્રોન દેખાયા બાદ આખા અમેરિકામાં હલચલ થઈ ગઈ હતી. સેંકડો રહસ્યમયી ડ્રોન દેખાયા બાદ લોકોએ તેની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. બાદમાં ન્યૂયોર્ક, પેન્સિલ્વેનિયા અને મેરીલેન્ડમાં પણ ડ્રોન દેખાયાની ખબર સામે આવી હતી. ત્યારબાદ ખુદ નવનિયુક્ત ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. રહસ્યમયી ડ્રોન દેખાતા ઘણાં લોકોના મનમાં અનેક સવાલ ઊભા થયા હતાં.
બાયડનનો જ વાંક છે
રહસ્યમયી ડ્રોનને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે તો સીધું બાઇડેન સરકાર પર જ નિશાનો સાધ્યો હતો. સોશિયલ મીડિયા સાઇટ ટ્રુથ પર પોસ્ટ પણ કરી. તેઓએ પોસ્ટ કરતા લખ્યું, ‘આખા દેશમાં રહસ્યમયી ડ્રોન દેખાવાની ખબર. શું આ ખરેખર આપણી સરકારની જાણકારી વિના થઈ શકે છે? મને નથી લાગતું! લોકોને અત્યારે જ જણાવો. નહીંતર, અત્યારે જ તેને પાડી દો!!!’
જોકે, વ્હાઇટ હાઉસની તરફથી પણ આકાશમાં ઉડી રહેલા રહસ્યમયી ડ્રોનને લઈને વ્હાઇટ હાઉસની વધતી ચિંતાઓ છતાં, વ્હાઇટ હાઉસે શુક્રવારે કહ્યું કે, ‘હોમલેન્ડ સુરક્ષા વિભાગ, એફબીઆઈ અને રાજ્ય અને સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓ કોઈપણ કથિત રહસ્યમયી ડ્રોન દેખાવવાની પુષ્ટિ કરવામાં સક્ષમ નથી.’ મળતી માહિતી મુજબ, અમેરિકન સિક્રેટ સર્વિસે પુષ્ટિ કરી કે, ‘હાલ ન્યૂ જર્સી અથવા ન્યૂયોર્કમાં અથવા તેની આસપાસ કોઈ ડ્રોન સંચાલિત નથી થઈ રહ્યાં.’
ન્યૂયોર્કના ગવર્નર કૈથી હોચુલે પોતાના X પર પોસ્ટ કરીને કહ્યું કે, તેમને જાણ છે કે, ન્યૂયોર્કના લોકોએ આ અઠવાડિયે ડ્રોન જોયા છે. હાલ, આ વાતના કોઈ પુરાવુા નથી કે, ડ્રોન સાર્વજનિક સુરક્ષા અથવા રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઊભું કરે છે.