રાહુલે સંસદમાં ફ્લાઈંગ કિસ આપતા મહિલા સાંસદોએ કરી ફરિયાદ
સ્મૃતિ ઈરાનીએ રાહુલની આ હરકતને અભદ્ર કહીને ટીકા કરી
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી વિવાદમાં આવી ગયા છે. સંસદમાં એમના રમતવેળા ચાલુ જ રહ્યા છે. આજે અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન રાહુલે ગૃહમાં ભાજપ સાંસદોને ફ્લાઈંગ કિસ આપતા વિવાદ સર્જાયો છે. રાહુલના રિએક્શન બાદ ઘણી મહિલા સાંસદોએ લોકસભા અધ્યક્ષને ફરિયાદ કરી છે, તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ બાબતને અભદ્ર ઈશારો કહ્યો છે.
સંસદ પદ પરત મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે પ્રથમવાર સંસદમાં પોતાનું ભાષણ આપ્યું હતુ. ભાષણ સમાપ્ત થયા બાદ રાહુલ ગાંધીએ ગૃહની બહાર જતા જતા ફ્લાઈંગ કિસનો ઈશારો કરતા મહિલા સાંસદોએ વાંધો ઉઠાવ્યો હતો. આ સમયે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું ભાષણ ચાલી રહ્યું હતું… જોકે રાહુલની પ્રતિક્રિયાની ક્ષણ કેમેરામાં કેદ થઈ નથી.