દેશવિરોધી એજન્ડા ન્યૂઝ ક્લિક પર ઈડી ત્રાટકી,ફ્લેટ જપ્ત
ચીનનું ફંડિંગ થયાના સંસદમાં મુકાયેલા આરોપ બાદ કાર્યવાહી
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
ન્યૂઝક્લિક નામના પોર્ટલને ચીનનું ફંડિંગ મળ્યાના સંસદમાં મુકાયેલા આરોપ બાદ ઈડી મેદાનમાં આવી છે અને આજે પોર્ટલ સામે આકરી કાર્યવાહી કરી ફ્લેટ જપ્તી સહિતના પગલાં લીધા હતા.
ઈડીના અધિકારીઓએ આજે દરોડો પાડીને પોર્ટલના સંપાદક પ્રબીર પૂરકાયસ્થની સંપત્તિની તપાસ કરી હતી. ટૂક સમયમાં જ આ બારામા ચાર્જશીટ દાખલ કરવામાં આવશે તેમ ઈડીએ જણાવ્યું હતું.
ન્યુયોર્ક ટાઈમ્સના એક અહેવાલને ટાંકીને સંસદમાં ભાજપના સભ્ય દ્વારા એવો ધડાકો થયો હતો કે આ પોર્ટલને ભારતાવીરોધી એજન્ડા ચલાવવા માટે ચીનનું ફંડિંગ કરવામાં આવ્યું છે. જો કે ન્યૂઝકલીકે આ આરોપને ફગાવી દીધા છે. તેના દ્વારા એવી ચોખવટ થઈ છે કે કેટલાક રાજકીય નેતાઓ અને મીડિયા જગતના કેટલાક લોકો નિરાધાર આરોપ મૂકી રહ્યા છે.