સોનામાં 10 ગ્રામએ રૂ.421નો વધારો:ચાંદી 1200 રૂ.મોંઘી થઈ 93,000ની સપાટીએ પહોંચી
10 ડિસેમ્બરે બંધ માર્કેટ પહેલા સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે જેમાં સોનાના ભાવમાં 10 ગ્રામની કિંમતમાં 421નો વધારો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ₹1200 નો વધારો નોંધાયો છે.
ઇન્ડિયા બુલીયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટમાં દર્શાવેલા ભાવ મુજબ 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં 77,113 જ્યારે રાજકોટની બજારમાં બંધ થાય તે પહેલા દસ ગ્રામ સોનાના ભાવ 79,814 નોંધાયા હતા. ચાંદીના ભાવમાં પણ 1200 રૂપિયાના વધારા સાથે પ્રતિ કિલો ₹93,000 ની સપાટીએ પહોંચી ગયું છે.