નવા જિલ્લા પંચાયત ભવનનું ૧૩મીએ સીએમના હસ્તે થશે ખાતમુહૂર્ત
કેન્દ્રીય મંત્રી સહિતના આગેવાનીની હાજરીમાં બપોરે ખાતમુહૂર્ત કરાશે
લાંબા સમયથી રાજકોટના નવા જિલ્લા પંચાયત ભવન નિર્માણનો પ્રોજેક્ટ શિફટિંગને વાંકે અદ્ધરતાલ છે ત્યારે આગામી તા. ૧૩ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે આ ટકે કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવો હાજર રહેશે.
રાજકોટમાં રૂપિયા 32 કરોડથી વધુના ખર્ચે ગુજરાત રાજ્ય પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હસ્તક નવા આદ્યુનિક સુવિઘાઓ યુકત રાજકોટ જિલ્લા પંચાયત ભવન નિર્માણ પામનાર છે જેનું આગામી તારીખ ૧૩ ને શુક્રવાર ના રોજ બપોરના ૧૨.૦૦ થી ૧૨.૩૦ કલાક દરમ્યાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવીયા, રાજ્યમંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા, રાઘવજીભાઈ પટેલ, બચુભાઈ ખાબડ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી, સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા, જીલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવ્હાણે સહિત અઘિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં હાજર રહેશે.P