વડાપ્રધાને વીમા સખી યોજના લોન્ચ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે હરિયાણા પાનીપતથી વીમા સખી યોજનાની શરૂઆત કરી હતી. ભારતીય જીવન વીમા નિગમની આ સ્કીમને લોન્ચ કરતા મોદીએ કહ્યું કે ભારત મહિલા સશક્તિકરણની દિશામાં સતત પગલાં ભરી રહ્યું છે. ૯ ડિસેમ્બર ઘણા કારણોસર વિશેષ છે. શાસ્ત્રોમાં ૯ અંકને ખૂબ શુભ માનવામાં આવે છે અને શક્તિ સાથે આનો સંબંધ છે. આ તકે એમણે એમ પણ કહ્યું હતું કે હરિયાણાએ એક હૈ તો સેફ હેનું મંત્ર અપનાવ્યું છે.
LICની વીમા સખી યોજના હેઠળ ૧૦ પાસ અને ૧૮ થી ૭૦ વર્ષની મહિલાઓને સામેલ કરવામાં આવશે. આ મહિલાઓને સ્પેશિયલ ટે્રનિગ આપવામાં આવશે એન શરૂઆતના ત્રણ વર્ષ સુધી એક ચોક્કસ વેતન મળશે. તેમણે આ ભૂમિકા સમાજમાં આર્થિક શિક્ષાને સમર્થન આપવા અને વીમા પ્રતિ લોકોને જાગૃત કરવા માટે આપવામાં આવશે. વીમા સખી સમાજમાં LIC એજન્ટ રૂપે કામ કરશે. એટલું જ નહીં ગ્રેજ્યુએશન કરેલી વીમા સખીઓને ભવિષ્યમાં LIC સાથે ડેવલપમેન્ટ ઓફિસરના રૂપે કામ કરવાનો મોકો પણ આપવામાં આવશે. આજે ઙખ નરેન્દ્ર મોદી પ્રતીકાત્મક રીતે અમુક વીમા સખીઓની નિયુક્તિ પત્ર પણ આપ્યા છે.
આ સ્કીમ હેઠળ વીમા સખીઓને શરૂઆતના ત્રણ વર્ષ સુધી ૫થી ૭ હજાર રૂપિયાનું વેતન પણ મળશે. આ બાદ આ વીમા સખીના રૂપે કામ કરશે અને તેમણે દરેક પોલિસી પર કમિશન આપવામાં આવશે. LIC આધિકારિક વેબસાઇટ પર જઈને આ યોજના વિશે અરજી કરી શકાય છે. માહિતી અનુસાર આ ઉય યોજના હેઠળ LIC સાથે કામ કરતાં કર્મચારીના પરિવારજનોને આમાં ભાગીદારીની તક નહીં મળે. ૧૮ થી ૭૦ વર્ષ સુધી ૧૦ પાસ કોઇ પણ મહિલા આ સ્કીમ માટે અરજી કરી શકે છે.