૨૦૦૦ની નોટ સ્વીકારતા હોવાનો વિડીયો વાયરલ થતાં એસઓજી ટીમે તપાસ હાથ ધરી
બે હજારની બંધ નોટ વટાવવામાં ૧૫ ટકા કમિશન આપવા પડ્યાનો યુવકના આક્ષેપ બાદ પોલીસે તપાસ કરી’તો વેપારીએ નોટ સ્વીકાર્યાનો ઈન્કાર કર્યો
ભારતમાં ૨૦૦૦ની નોટ બંધ કરી દેવામાં આવી તેને બે વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે.હાલ છઇઈં મુજબ રૂ. ૨૦૦૦ની ચલણી નોટ ચલણમાં નથી ત્યારે રાજકોટના જયુબેલી ચોક પાસે મહેતા પેનમાં રૂ. ૨૦૦૦ની નોટ રૂ. ૩૦૦નું કમિશન લઇને બદલાવી આપવામા આવતી હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. જે મામલે મહેતા પેનના માલિકે કહ્યું કે, ૨૦૦૦ની નોટ બદલી આપતા હોય તે વીડિયો જૂનો હોય તેવું લાગે છે. જોકે, રૂ. ૫થી ૨૦૦ સુધીનુ કમિશન લઈ ફાટેલી નોટ બદલાવી આપવામા આવે છે. છઇઈંના એજન્ટો જે કમિશન નક્કી કરે તે મુજબ કમિશન લેવામાં આવતું હોય છે. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ, જઘૠ સહિતની ટીમ તપાસ માટે પહોંચી હતી અને દુકાનમાં તપાસ કરી હતી.
રાજકોટના જાગૃત નાગરિક મયુર કુગસીયાએ જણાવ્યું હતું કે, મારી પાસે રૂપિયા ૨૦૦૦ના ચલણની ૨ નોટ હતી. જયુબેલી પાસેથી હું નીકળ્યો. જેથી અહીં આવેલી મહેતા પેનમાં હું આવ્યો અને કહ્યું કે, મારી પાસે રૂપિયા ૨૦૦૦ની બે નોટ છે. તમે બદલાવી આપશો એવું પૂછતા જવાબ મળ્યો કે, હા બદલાવી આપશો પણ તેના માટે રૂ. ૩૦૦ કમિશન આપવું પડશે. આજે બપોરે ૨:૦૦ વાગ્યે નોટ બદલાવવા માટે આવ્યો હતો. મને રૂ. ૨૦૦૦ની ૨ નોટ બદલાવી આપી અને મારી પાસેથી રૂ. ૬૦૦ કમિશન પેટે લેવામાં આવ્યા. રૂ. ૨૦૦૦ની નોટ મે સાચવેલી હતી. હું પોલિસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચમાં રજૂઆત કરવાનો છું કારણ કે, કમિશન એ યોગ્ય નથી.
જ્યારે મહેતા પેન ડીપોના હાર્દિકભાઈએ જણાવ્યું હતું કે, ૨૦૦૦ની નોટ કમિશન લઇ બદલાવી આપો છો? એવું પૂછતા જણાવ્યું હતું કે, તેને કમિશન નહીં મહેનતાણું કહેવાય. છઇઈંના એજન્ટો નોટ સ્વીકારતા હોય ત્યારે અમે નોટ લેતા હોય છીએ. દરરોજ એક નોટ આવતી હોય. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ફાટેલી નોટ લે છે કે નહીં તેમને ન ખબર હોય પરંતુ, તેમને નિમણૂક કરેલા એજન્ટો આ ફાટેલી નોટ લેતા હોય છે. રૂપિયા ૨૦૦૦ની નોટ પહેલા સ્વીકારવામાં આવતી હતી હવે સ્વીકારવામાં આવતી નથી. રૂપિયા ૫થી ૨૦૦ સુધીનુ કમિશન લેવામાં આવે છે જ્યારે ૨૦૦૦ની નોટ બદલાવતા હોય તે વીડિયો જૂનો છે.