શહેરમાં ગંદકી ફેલાવતા વેપારીઓ દંડાયા, 29 હજારનો દંડ
ત્રણ દિવસમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ કરનાર 117 દંડાયા
રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ઇસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં ચેકીંગ કરી ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ કરનાર તેમજ જાહેરમાં ગંદકી ફેલાવતા કુલ ૧૧૭ આસામીઓ પાસેથી ૬.૦૭૫ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી કુલ રૂપિયા રૂ.૨૯૦૫૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તારીખ ૦૬ થી તા.૦૮ કુલ ૩ દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર ચેકીંગ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પરથી ૪૬ આસામીઓ પાસેથી ૩.૦૩ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૧૨૫૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ હતો.
જયારે વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગોપર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૯ આસામીઓ પાસેથી ૦.૭૯૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૪૫૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરી ઈસ્ટ ઝોનમાં ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૫૨ આસામીઓ પાસેથી ૨.૨૫ કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૧૨૦૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ હતો.