સીરિયન સિવિલ વોરની ફલશ્રુતિ: મધ્ય પૂર્વમાં રશિયા અને ઈરાન નબળા પડ્યા: અમેરિકાનો દબદબો વધ્યો
વર્ષ 2011 થી સીરિયામાં ચાલતા લોહિયાળ ગૃહયુદ્ધમાં અંતે અસદ સરકારનું પતન નિશ્ચિત બની ચૂક્યું છે.શનિવારે રાત્રે વિદ્રોહી લડાકુઓ છેક રાજધાની દમાસ્કસના પાદર સુધી પહોંચી ગયા હતા.પ્રમુખ અસદ સીરિયા છોડીને અન્ય દેશમાં ભાગી ગયા હોવાનું માનવામાં આવે છે.મધ્ય પૂર્વના યમન,અફઘાનિસ્તાન,સીરિયા વગેરે દેશો ગૃહયુધ્ધોને
કારણે તબાહ થઈ ગયા છે.રાજકીય અસ્થિરતા,હિંસા, સતત ચાલતી લડાઈઓ અને અશાંતિને કારણે આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલા આ રાષ્ટ્રોના નિર્દોષ નાગરિકોની સ્થિતિ અતિ દયનીય બની ચૂકી છે.આ બધા દેશોની આ સ્થિતિ માટે અમેરિકા અને રશિયા જેવી મહસતાઓ અને ઈરાન અને સાઉદી અરેબિયા જેવી મધ્ય પૂર્વની શકિતશાળી સતાઓ કારણભૂત છે.વિશ્વના મોટા ભાગના દેશોમાં આંતરિક વિદ્રોહ, વિપ્લવો અને સતા પરિવર્તન સંદર્ભે અમેરિકાની ભૂમિકા હંમેશા ચર્ચાસ્પદ રહી છે.
ગૃહયુદ્ધે સીરિયાને કંગાલ કરી નાખ્યું:સત્તા પરિવર્તન પછી પણ શાંતિની આશા નહિવત
સીરિયાનું યુદ્ધ એક વૈશ્વિક સંઘર્ષ બની ગયું છે. રશિયા,ઈરાન અને હિઝ્બુલ્લાહ અસદ સરકારને સહાય કરતા હતા જ્યારે યુ.એસ., ટર્કી, અને સાઉદી અરેબિયા જેવા દેશોએ વિદ્રોહી જૂથોને ટેકો આપ્યો હતો.આ આંતરરાષ્ટ્રીય શક્તિઓના હસ્તક્ષેપને કારણે સીરિયામાં અભૂતપૂર્વ માનવીય સંકટ સર્જાયું છે.યુદ્ધે લાખો લોકોને બેઘર બન્યા છે. લાખો લોકો આંતરિક રીતે વિસ્થાપિત બન્યા છે.તો બીજા લાખો લોકો પડોશી દેશો અથવા યુરોપમાં શરણાર્થી છાવણીઓમાં સબડી રહ્યા છે. સીરિયાની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. દાયકાઓથી ચાલ્યા આવતાઅમેરિકાના પ્રતિબંધો, યુદ્ધની અસર, અને પુનર્નિર્માણના અધૂરાં પ્રયાસોએ આર્થિક સ્થિતિને વધુ ખરાબ બનાવી છે.
અસદ સરકાર હજી પણ કેટલાક વિસ્તારો પર નિયંત્રણ ધરાવે છે, પરંતુ દેશના અનેક ભાગોમાં વિદ્રોહી ગ્રુપ્સ, કુર્દિશ બળો, અને અન્ય સૈન્ય શક્તિઓ જેવા કે ટર્કી અને યુ.એસ.ની ઉપસ્થિતિ છે. રાજકીય ઉકેલ અંગે સૌની સહમતિ નથી જેને કારણે સ્થિર શાસન અને સ્થિર સરકારની આશા ધૂંધળી બની છે. વિદ્રોહીઓ સીરિયાનો કબજો લઈ લે તે પછી પણ શાંતિ સ્થપાવવાની શક્યતાઓ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.
સીરિયાની સ્થિતિ ખૂબ ગૂંચવાયેલી અને જટિલ છે, જેનો ઉકેલ કોઈ પણ દેશ અથવા સમૂહ માટે સરળ નથી લાગતો. સીરિયાના ગૃહ યુદ્ધમાં અસદ સરકારના
નિશ્ચિત જણાતા પતનને પગલે મધ્યપ્રદેશની ભૌગોરાજકીય સ્થિતિમાં મોટું પરિવર્તન આવશે તેવું રાજકીય વિશ્લેષકો માને છે. અસદ સરકારના પતનને રશિયા અને ઈરાન અને હેઝબૉલ્લાહની પીછેહઠ માનવામાં આવે છે. એ સાથે જ મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઇઝરાયેલ વધુ મજબૂત બનશે.પેલેસ્ટાઇનમાં હમાસ પણ વધુ ખોખલું બનશે.
વિશ્વના અનેક દેશોમાં સિવિલ વોર અને રાજકીય ઉથલપાથલ માટેઅમેરિકન ફૂટનીતિ જવાબદાર
પોતાના આર્થિક અને રાજકીય એ તો સાચવવા માટે અમેરિકાએ અન્ય દેશોમાં કરેલા હસ્તક્ષેપ અને સર્જેલી રાજકીય ઊથલ પાથરવાનો ખૂબ લાંબો ઈતિહાસ સીરિયા તેનું છેલ્લું ઉદાહરણ છે.અમેરિકા અનેક દેશોના આંતરિક સંઘર્ષોમાં કેન્દ્રસ્થ ભૂમિકા ભજવતું રહ્યું છે.
2011માં સીરિયામાં સિવિલ યુદ્ધ શરૂ થયું ત્યારથી અમેરિકાએ અસદ સરકાર સામે પરોક્ષ મોરચો માંડી દીધો હતો. કુર્દીશ વિદ્રોહીઓ અને આઈએસઆઈ સાથે સંકળાયેલા લડાકૂઓને અમેરિકાએ મદદ જોકે બાદમાં આઈએસઆઈએસએ અમેરિકાની તો પર હુમલા શરૂ કરતાં અમેરિકાએ તેની સામે પણ મોરચો માંડ્યો હતો. સીરિયામાં રશિયા અને ઈરાનના પ્રભાવને કાઢવા માટે અમેરિકાએ વિદ્રોહી જૂથોને હાથ પર લીધા અને ઈઝરાયેલનો પણ ઉપયોગ કર્યો. અફઘાનિસ્તાનમાં રશિયાએ કબજે લીધા બાદ પાકિસ્તાનને આગળ રાખી અમેરિકાએ ઇસ્લામિક આતંકવાદીઓને અબજો ડોલર અને હથિયારો આપ્યા. અલ કાયદા અને તાલીબાન જેવા ખૂંખાર આતંકવાદી સંગઠનોના અસ્તિત્વના મૂળમાં પણ ક્યાંક ને ક્યાંક અમેરિકા હતું. અમેરિકાની વિદેશનીતિનો ઇતિહાસ દર્શાવે છે કે તેણે ફક્ત સીરિયામાં જ નહીં, પણ અનેક અન્ય દેશોમાં પણ ગૃહયુદ્ધોને પ્રભાવિત કર્યા છે.
19મી સદીથી જ અમેરિકાએ વિદેશી દેશોમાં તેના હિતોની સુરક્ષા માટે હસ્તક્ષેપ કરવાનું શરૂ કરી દીધું હતું.
1846 થી 1848 વચ્ચે ટેકસાસ અને કેલિફોર્નિયાના કબજા માટે મેક્સિકન અમેરિકન વોર થયું હતું. 1898 માં સ્પેનિશ વર્ડ દરમિયાન અમેરિકાએ ક્યુબા, પ્યુઅર્ટો રિકો, ગુઆમ અને ફિલિપાઈન્સ પર કબજો કર્યો. આ યુદ્ધ દ્વારા પશ્ચિમના રાષ્ટ્રમાં યુરોપના પ્રભાવને ટાળવા માટે હતા. આજે ભલે અમેરિકા અને યુરોપ મિત્રો હોય પરંતુ એક સમયે યુરોપિયન દેશોના પ્રભુત્વ ને તોડવા માટે અમેરિકાએ રાજકીય હસ્તક્ષેપથી શરૂ કરી મળવા અને ગૃહયુધ્ધો શરૂ કરાવવા સુધીના કાવતરા કર્યા હતા.
20મી સદીમાં કોલ્ડ વૉરના સમયમાં, વિયેતનામ, નિકારાગુઆ, ચિલી જેવા દેશોમાં યુ.એસ.ની સંડોવણીએ સ્થાનિક રાજકીય ઊથલપાથલ કરી અથવા સરકારોને બદલી નાખી. પોસ્ટ-કોલ્ડ વૉર યુગમાં અમેરિકાએ બાલ્કન્સ, ઈરાક, અફઘાનિસ્તાન જેવા વિસ્તારોમાં સીધી સૈન્ય કાર્યવાહીઓ કરી. અમેરિકાએ તેના આ પગલાંઓ માટે જે તે દેશોમાં સર્જાયેલા માનવીય સંકટ અને વકરેલા આતંકવાદનું કારણ આપ્યું હતું. અમેરિકાના હસ્તક્ષેપને કારણે આ બધા દેશો લાંબા સદાય સુધી આંતરિક ઘર્ષણનો ભોગ બનતા રહ્યા. સીરિયાનું ગૃહ યુદ્ધ પણ અન્ય દેશોમાં અમેરિકાની પરંપરાનો એક ભાગ જ છે એ બાબતે શંકા રાખવાનું કોઈ કારણ નથી.