મહબૂબા મુફતીની પુત્રીએ શું વિવાદ ઊભો કર્યો ? શું કહ્યું ? વાંચો
કાશ્મીરના પીડીપી નેતા મહેબૂબા મુફતીની પુત્રી ઇલતીજા મુફ્તીએ ભારે વિવાદો ઊભા કરી દીધા છે અને હિન્દુત્વને બીમારી ગણાવતું નિવેદન આપીને ટીકા કરી છે. આ નિવેદન સામે વિરોધ શરૂ થઈ ગયો છે. આ યુવતીએ ત્યારબાદ હિન્દુ ધર્મને લઈને પણ વાંધાજનક નિવેદન કર્યાનો આરોપ મુકાયો છે. તેની ધરપકડ કરવાની માંગણી પણ થઈ છે.
એક્સ પર પોસ્ટ કરીને ઇલતીજાએ લખ્યું છે કે ઇસ્લામના નામ પર કરાયેલી હિંસા જ સૌ પહેલા ઇસલામોફોબિયાનું કારણ બની અને આજે હિન્દુ ધર્મ પણ પોતાને આવી જ સ્થિતિમાં જોઈ રહ્યો છે. હિન્દુ સંગઠનો દ્વારા તેની ધરપકડ કરવાની માંગણી કરવામાં આવી છે.
તેણીએ એમ પણ લખ્યું છે કે હિન્દુત્વનો ઉપયોગ લઘુમતીઓને મારવા માટે થઈ રહ્યો છે. અત્યાચાર કરવામાં આવી રહ્યો છે અને આ જ સત્ય છે અને સત્ય કહેવામાં કોઈ હિચકીચાટ હોવો જૉઇએ નહીં. આમ ઇલતીજાએ ભારે વિવાદ પેદા કરતાં નિવેદનો કર્યા છે.
આ પહેલા તેણીએ હિન્દુત્વને એક બીમારી તરીકે ગણાવી હતી અને અપમાન કર્યું હતું. વાસ્તવમાં શિરીનખાન નામની એક યુઝર દ્વારા એક પોસ્ટ મુકાઇ હતી અને તેમાં કેટલાક છોકરાઓને માર મારવામાં આવી રહ્યો છે અને જય શ્રીરામ બોલાવામાં આવી રહ્યું છે. આ પોસ્ટ અંગે ઇલતિજાએ પોતાની કોમેન્ટ મૂકીને હિન્દુ ધર્મને બીમારી ગણાવ્યો હતો.