શેર બજારમાં એફપીઆઈ દ્વારા હવે શું થઈ રહ્યું છે ? કેટલા નાણા ઠાલવ્યા ? વાંચો
છેલ્લા બે મહિનામાં ભારે વેચવાલી બાદ વિદેશી રોકાણકારોએ ફરી શેર બજાર પર પોતાનો વિશ્વાસ બતાવ્યો હતો. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રૂ. 24,454 કરોડના ચોખ્ખા રોકાણ સાથે –
ભારતીય શેરબજારોમાં જોરદાર પુનરાગમન કર્યું છે. હજુ પણ રોકાણમાં વૃધ્ધિ થઈ શકે છે તેવી આગાહી નિષ્ણાતો દ્વારા કરાઇ રહી છે.
વૈશ્વિક પરિસ્થિતિમાં સ્થિરતા અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાની સંભાવનાને કારણે આવું થયું છે. અગાઉ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ નવેમ્બરમાં રૂ. 21,612 કરોડ અને ઓક્ટોબરમાં રૂ. 94,017 કરોડના જંગી ઉપાડ કર્યા હતા. એ પણ નોંધનીય છે કે સપ્ટેમ્બરમાં એફપીઆઈની ખરીદી નવ મહિનાના સર્વોચ્ચ સ્તરે હતી, જ્યારે રૂ. 57,724 કરોડનું ચોખ્ખું રોકાણ હતું.
મોર્નિંગસ્ટાર ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઈન્ડિયાના જોઈન્ટ ડિરેક્ટર હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આગામી મહિનાઓમાં FPIનું વલણ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસિડેન્ટ, ફુગાવો, વ્યાજ દરો અને ભૌગોલિક પરિસ્થિતિ હેઠળ અમલમાં મૂકાયેલી નીતિઓ દ્વારા નક્કી કરવામાં આવશે.
તેમણે કહ્યું કે આ સિવાય ભારતીય કંપનીઓની ત્રીજા ક્વાર્ટરની કમાણીની કામગીરી અને આર્થિક વૃદ્ધિના મોરચે દેશની પ્રગતિ રોકાણકારોના સેન્ટિમેન્ટને આકાર આપવામાં અને વિદેશી રોકાણને પ્રભાવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે (6 ડિસેમ્બર સુધી) રૂ. 24,454 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે.