રાજકોટ : ‘રીઢા ગુનેગાર ભૂરાથી બચાવો’ ગેંગમાંથી છોડાવવા યુવકે સીપીને રજૂઆત કરી ફિનાઇલ પીધું
કાલાવડ રોડ પર રાણી ટાવર પાસે ઓફીસ ધરાવતો રીઢો ગુનેગાર ભરત સોસા ઉર્ફે ભુરો ગુનાહિત કામ કરવા દબાણ કરી માર મારી ધમકી આપતો હોવા સહિતના આક્ષેપો સાથે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે લમણ ટાઉનશીપમાં રહેતા યુવકે પોલીસ કમિશનરને સંબોધીને રજૂઆત કરાઈ છે. ભુરાની ગેંગમાંથી છોડાવવા એક યુવકે મોડી રાત્રિના સીપી કચેરીમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જ્યારે ગઇકાલે અન્ય યુવકોએ રજૂઆત કરી હતી.
શહેરમાં મોરબી રોડ પર સ્વસ્તીક વિલા વિસ્તારમાં રહેતા ભાવેશ ડાયાભાઈ બગડા (ઉ.વ.૨૬) નામના યુવાને મોડી રાત્રે સીપી કચેરીમાં ફીનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, તેણે ભુરો અને તેના માણસોએ મારા મિત્રને માર મારી હવે તારો વારો તેમ કહીને ધમકી આપતા ડરના કારણે આપઘાતનો પ્રયાસ કર્યાનું પોલીસ સમક્ષ લખાવ્યું હતું. આ ઘટના બાદ ગઇકાલે યુવાનો સીપી કચેરીએ દોડી આવ્યા હતા અને રજુઆત કરી હતી.જ્યારે પોતાની ઓળખ ન થાય માટે યુવકોએ મોઢે રૂમાલ બાંધ્યો હતો.
