ઘટેશ્વર એસઆરપી કેમ્પ પાસેથી ફેબ્રિકેશનનો ધંધાર્થી દારૂની 116 બોટલો સાથે પકડાયો
શહેરમાં પીસીબીની ટીમ દ્વારા ઘટેશ્વર એસઆરપી કેમ્પ પાસેથી 116 બોટલ દારૂ ભરેલી કાર સાથે ફેબ્રિકેશનનો ધંધાર્થીને ઝડપી લીધો હતો. અને તેની પાસેથી દારૂની બોટલો અને કાર મળી કૂ રૂ.૩,૪૮,૨૯૮નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વિગત મુજબ પીસીબીના પીઆઈ એમ આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સટેબલ કરણભાઇ મારૂ અને રાહુલગીરી ગોસ્વામીએ બાતમી આધારે જામનગર રોડથી ઘટેશ્વર એસઆરપી કેમ્પ તરફ જતા રોડ પર રત્નમ બગલોઝ પાસે પરથી વોચ રાખી જીજે.૦૩.એચકે-૨૯૭૩ નંબરની સ્વીફટ કાર આંતરી લેવાઇ હતી. જેમાંથી રૂ ૫૮૭૪૦નો વિદેશી દારૂ મળતા તે કબ્જે કરી કાર ચાલક અક્ષય ઉર્ફે મુન્નો દિલીપભાઈ પડયા (ઉ.વ.૪૦-રહે. વર્ધમાનનગર ઓરમ કસ્તુરી એપાર્ટમેન્ટ એ- વીગ)ને પકડી લીધો હતો.અક્ષય પાસેથી કાર, દારૂ. મળી કુલ રૂ. ૩,૪૮,૨૯૮નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ શખ્સ અગાઉ પણ ગુનામાં સંડોવાયો હતો તે ફેબ્રીકેશનનું કારખાનું ધરાવે છે અને વધુ પૈસા કમાવવા દારૂનો ધંધો ચાલુ કર્યો હતો.