ફડણવીસે મુખ્યમંત્રી બન્યા બાદ મીડિયા સાથે પ્રથમ મુલાકાતમાં શું કહ્યું ? જુઓ
ફડણવીસની મુખ્યમંત્રી બન્યા બાદ મીડિયા સાથે પ્રથમ મુલાકાત; હિન્દુત્વને કોઈ પોસ્ટર બોયની જરૂર જ નથી : અમારા કામ લોકોને ગમ્યા
મે સમંદર હું વાપસ જરૂર આઉંગા કહીને તેને હકીકત બનાવી મહારાષ્ટ્રમાં સત્તાની કમાન સંભાળતાની સાથે જ દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે શપથ લીધા બાદ આપેલા પ્રથમ જ ઇન્ટરવ્યૂમાં મહત્વની વાતો દિલ ખોલીને કરી હતી અને કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના સૂત્ર એક હૈં તો સૈફ હૈંને લીધે જ અમને જીત મળી છે. એક બીજા મુદા પર એમણે કહ્યું કે હિન્દુત્વને કોઈ પોસ્ટર બોયની જરૂર જ નથી મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી ફડણવીસે તેમના વિરોધીઓનો આભાર માન્યો અને કહ્યું કે તેમના વિરોધીઓને કારણે જ તેમને લડવાનું મનોબળ મળ્યું છે.
એમણે કહ્યું, “હું તેમનો આભાર વ્યક્ત કરું છું. તેમણે મને, મારા પરિવારને અને મારી પાર્ટીને નિશાન બનાવ્યો, જે મહારાષ્ટ્રને પણ પસંદ નહોતું. આજે તેમાંથી ઘણાને શરમ આવશે કે તેઓએ મારી સાથે આવું વર્તન કર્યું. જ્યારે હું નાયબ મુખ્યપ્રધાન બન્યો. વર્ષ 2022માં મેં કહ્યું હતું કે હું દરેકનો બદલો લઈશ અને બદલામાં મેં બધાને માફ કરી દીધા છે.
મુખ્યમંત્રી બનવાનો શ્રેય કોને આપશો ?
એમણે કહ્યું કે તેમણે એક નવી ઇનિંગ શરૂ કરી છે અને હવે તેમનું ધ્યાન સમાજના છેલ્લા વ્યક્તિ સુધી વિકાસ પહોંચાડવા પર છે. ફડણવીસે પોતાની જીતનો શ્રેય સૌથી પહેલા મહારાષ્ટ્રની જનતાને આપ્યો છે. તેમણે કહ્યું, “જે જનતાએ અમને જંગી બહુમતી આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણે સાથે છીએ, તો સુરક્ષિત છીએ’ સૂત્ર આપ્યું હતું અને આ સૂત્રથી પ્રેરિત થઈને લોકોએ એકઠા થઈને મતદાન કર્યું હતું.”
“મહાયુતિ સરકાર દ્વારા અઢી વર્ષમાં કરવામાં આવેલ કામ મહારાષ્ટ્રના લોકોને ગમ્યા છે. લાડલી બહેન યોજનાએ મહિલાઓમાં સકારાત્મકતા પેદા કરી. સરકાર ખેડૂતો અને યુવાનો માટે પણ યોજનાઓ લાવી. છોકરીઓ માટે મફત શિક્ષણ. યોજના હતી. જેનો ફાયદો મહાયુતિને થયો, જેના કારણે મહારાષ્ટ્રમાં મહાયુતિ તરફી સત્તા રહી છે.
ચુંટણીમાં હારથી શીખ મળે છે
10 વર્ષની તેમની સફરમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બન્યા, બાદ તેમણે પદ છોડવું પડ્યું અને હવે ફરીથી મુખ્યમંત્રી પદનો ચાર્જ સંભાળ્યો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ આ યાત્રાને ‘રોલર કોસ્ટર રાઈડ’ ગણાવી છે. તેમણે કહ્યું, “ભાજપમાં અમને શીખવવામાં આવે છે કે ચૂંટણીમાં જીત ‘ટીમ વર્ક’ છે અને હારને ‘ સબક કહેવામાં આવે છે. જો હું મારી જાતને 2014 સાથે સરખાવું તો હું હવે પરિપક્વ થઈ ગયો છું. ઘણા આઘાત સહન કરવાથી આધ્યાત્મિક શક્તિ વધે છે.” હવે હું જાણું છું કે પરિસ્થિતિમાં કેવી રીતે પ્રતિક્રિયા આપવી જોઈએ.
હિન્દુત્વનો એજન્ડા
ફડણવીસને પૂછવામાં આવ્યું કે શું ભાજપને ‘હિંદુત્વ એજન્ડા’થી ફાયદો થયો છે? શું તેનાથી મહારાષ્ટ્રમાં ધ્રુવીકરણ થયું છે? આના પર એમણે કહ્યું, હતું કે “મહારાષ્ટ્રમાં હિંદુત્વનો પ્રભાવ છે, પરંતુ તેને ધ્રુવીકરણ ન કહી શકાય. તે કાઉન્ટર ધ્રુવીકરણ છે.”