1 બીટકોઈન = 1.02 લાખ ડોલર 1 બિટકોઇન = 8687862 રૂપિયા
છેલ્લા ચાર અઠવાડિયામાં જ ભાવમાં 45 ટકાનો ઉછાળો
ક્રિપ્ટો કરન્સી બીટકોઈનના ભાવમાં તેજીનું વાવાઝોડું ફૂંકાયું છે. ગુરુવારે એક બીટકોઈન ની કિંમત 1.2 લાખ ડોલરને આંબી ગઈ હતી. ભારતીય ચલણમાં તેની કિંમત 86,87,862 રૂપિયા થાય છે. અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ક્રિપ્ટો ફ્રેન્ડલી નીતિને કારણે પ્રમુખ પદની ચૂંટણીનું પરિણામ જાહેર થયું ત્યારથી બીટકોઈનમાં ધગધગતી તેજીનો દોર શરૂ થઈ ગયો છે. છેલ્લા એક વર્ષમાં બીટકોઈનના ભાવમાં 130% નો વધારો થયો છે. છેલ્લા ચાર અઠવાડિયામાં જ બીટકોઈનના ભાવ 45 ટકા વધ્યા હતા.
એ દરમિયાન બુધવારે તેમણે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશનના વડા તરીકે ક્રિપ્ટો કરન્સી ના
કટ્ટર હિમાયતી પોલ એટકીન્સની નિમણૂક કરતા એક બીટકોઈનનો ભાવ પ્રથમ વખત 1 લાખ યુએસ ડોલરને વળોટી ગયો હતો. કેટલાક વિશ્લેષકો હજુ પણ અમર્યાદ તેજીની આગાહી કરી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને ક્રિપ્ટો કરન્સીની વૈશ્વિક રાજધાની બનાવવાનું વચન આપ્યું હતું. પ્રમુખ પદ અને સેનેટની ચૂંટણી દરમિયાન ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રી દ્વારા ક્રિપ્ટો તરફી નીતિ ધરાવતા ઉમેદવારોને 131 મિલિયન ડોલરનું જંગી ડોનેશન આપવામાં આવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે પણ મે મહિનાથી ક્રોપ ટોપ કરન્સીમાં ડોનેશન સ્વીકારવાનું શરૂ કરી દીધું હતું. છ નવેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થયું તે દિવસે એક જ દિવસમાં બીટકોઇનના ભાવમાં 6,000 ડોલરનો ઉછાળો આવ્યો હતો.
હોંગકોંગના ક્રિપ્ટો એનાલિસ્ટ જસ્ટિન ડી’ એન્થેનાના જણાવ્યા મુજબ બીટકોઈનનો ભાવ એક લાખ ડોલર થઈ ગયો તે માત્ર કીર્તિમાનજ નથી પરંતુ નાણાકીય ક્ષેત્ર, ટેકનોલોજી અને ભૌગોરાજનીતિમાં પરિવર્તનની લહેર છે.