લોરેન્સ બિશ્નોઇને કહી દઈશ !! મુંબઈમાં સલમાન ખાનના શૂટિંગમાં અજાણ્યો યુવક ધસી આવ્યો, લોરેન્સના નામે આપી ધમકી
સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ તરફથી ધમકી મળી હોવાથી તેની સુરક્ષાનું ખૂબ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્યારે સલમાન ખાન બુધવારે મુંબઈમાં શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ તેના સેટ પર બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. તેની સુરક્ષા સાથે ઘર્ષણ પણ થયું હતું. આ 26 વર્ષનો છોકરો પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો આટલું જ નહીં, જ્યારે સિક્યોરિટીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે કહ્યું બિશ્નોઇને કહી દઈશ !!
બોલિવૂડ એક્ટર સલમાન ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘સિકંદર’ અને ટીવી શો ‘બિગ બોસ ૧૮’ના શૂટિંગમાં વ્યસ્ત છે અને હવે અભિનેતા સાથે જોડાયેલા એક આશ્ચર્યજનક સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક અજાણ્યો વ્યક્તિ કથિત રીતે તેના શૂટિંગ સેટમાં ઘૂસ્યો હતો. આ પછી, જ્યારે તે વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી તો તેણે બિશ્નોઇને કહી દઈશ? .પોલીસ હવે શંકાસ્પદ વ્યક્તિને પૂછપરછ માટે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશન લઈ ગઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બુધવારે રાત્રે મુંબઈના ઝોન-૫માં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના શૂટિંગ લોકેશનમાં એક શંકાસ્પદ વ્યક્તિ ઘુસ્યો હતો. આ પછી અધિકારીઓએ તરત જ આના પર કાર્યવાહી કરી. હવે તે વ્યક્તિની ધરપકડ કર્યા બાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
દરમિયાન, મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, દાદર પશ્ચિમમાં સલમાન ખાનનું શૂટિંગ ચાલી રહ્યું હતું, જ્યાં એક ચાહક અભિનેતાનું શૂટિંગ જોવા માંગતો હતો, પરંતુ સુરક્ષાકર્મીઓએ તેને ધક્કો માર્યો અને બંને વચ્ચે ઝઘડો થયો. છોકરાએ ગુસ્સામાં બિશ્નોઈનું નામ લીધું, બિશ્નોઈને કહી દઈશ એવું કહ્યું હતું ત્યારબાદ ગાર્ડે પોલીસને બોલાવી અને તેને તેમના હવાલે કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, તે વ્યક્તિ મુંબઈનો રહેવાસી છે, જો કે હજુ સુધી તેની સાથે કોઈ શંકાસ્પદ બાબત જણાઈ નથી.