હવે તમારે જાતે નાહવાની જરૂર નહી પડે…આ હ્યુમન વોશિંગ મશીન તમને નવડાવી પણ દેશે, જુઓ તસવીરો
તમારા મગજમાં વોશિંગ મશીનનું નામ આવતા જ તમારા મગજમાં કપડા ધોવા માટેના મશીનનું નામ આવી જશે. પરંતુ હવે આ નામ બદલાવા જઈ રહ્યું છે કારણ કે હવે માણસોને નહાવા માટેના વોશિંગ મશીન પણ બજારમાં આવી ગયા છે. અત્યાર સુધી તમે ફક્ત કપડા ધોતી વોશિંગ મશીન જ જાણો છો, પરંતુ હવે એક એવું મશીન તૈયાર કરવામાં આવ્યું છે જે માણસના વોશિંગ મશીન તરીકે ઓળખાશે. માણસો માટે બનાવવામાં આવેલ આ અનોખું મશીન માત્ર 15 મિનિટમાં તેનું કામ પૂર્ણ કરી શકે છે, એટલે કે તે વ્યક્તિને ધોઈ અને સૂકવી શકે છે. જાપાનની એક કંપનીએ હ્યુમન વોશિંગ મશીન બનાવ્યું છે.
તમારે જાતે નાહવાની જરૂર નહીં પડે
હવે તમે તમારી જાતને હ્યુમન વોશિંગ મશીનમાં મૂકવા માટે તૈયાર થાઓ. કારણ કે હ્યુમન વોશિંગ મશીનનો ઉપયોગ કર્યા પછી તમારે બાથટબમાં જવાની કે શાવરની નીચે ઊભા રહેવાની જરૂર નહીં પડે. જાપાની અખબાર Asahi Shimbun ના અહેવાલ મુજબ, આ વોશિંગ મશીન એપ્રિલ 2025 માં શરૂ થનારા ઓસાકા કંસાઈ એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવશે.
મશીન 15 મિનિટમાં વોશ થઈને તમે સુકાઈ જશો
આ મશીન વિશે દાવો એ છે કે તે માત્ર 15 મિનિટમાં “વોશ&ડ્રાય” સર્કલને પૂર્ણ કરે છે. એટલે કે તે 15 મિનિટમાં કોઈપણ વ્યક્તિને ધોઈને સૂકવી દેશે.
મશીન એઆઈથી સજ્જ છે
El Periodico અનુસાર, આ નવીન બાથટબ તેના વપરાશકર્તાની શારીરિક અને ભાવનાત્મક જરૂરિયાતોને ચોક્કસ રીતે અનુકૂલિત કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અલ્ટ્રાસોનિક ટેક્નોલોજીથી સજ્જ છે.
1970 વર્ષ જૂના ઉપકરણથી પ્રેરિત
જાપાનીઝ સમાચાર આઉટલેટ ધ અસાહી શિમ્બુન અનુસાર, મશીન 1970ના જાપાન વર્લ્ડ એક્સપોઝિશનમાં પ્રદર્શિત સમાન ઉપકરણથી પ્રેરિત હતું.
અલ્ટ્રાસોનિક બાથ મશીન
તે સમયે, સાન્યો ઇલેક્ટ્રિક કંપની (હવે પેનાસોનિક) એ અંડાકાર આકારનું “અલ્ટ્રાસોનિક બાથ” રજૂ કર્યું હતું. જો કે તે સમયે તે લોકપ્રિય ન હતું, પરંતુ તેણે સાયન્સ કંપનીના ચેરમેન યાસુઆકી ઓયામા નામના આ બાળકને પ્રેરણા આપી.