Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

સાઉથ કોરિયામાં લોકશાહીનો વિજય છ કલાકમાં જ માર્શલ લો પરત ખેંચાયો

Wed, December 4 2024

પ્રજાના પ્રચંડ વિરોધ બાદ પ્રમુખના પારોઠના પગલાં

માર્શલ લો વિરુદ્ધના ઠરાવ બાદ સેનાએ સંસદ ભવન છોડ્યું

સાઉથ કોરિયામાં લોકશાહીનું પુનઃસ્થાપન થયું છે.
માત્ર છ કલાકમાં જ સાઉથ કોરિયામાંથી માર્શલ લો પરત ખેંચવામાં આવ્યો હતો. પ્રજાના પ્રચંડ વિરોધ તેમજ સાંસદોએ કરેલા ઠરાવને પગલે માર્શલ લો લાદનાર પ્રમુખ યુન સૂક યેલોને પારોઠ ના પગલા ભરવા પડ્યા હતા અને વહેલી સવારે 4:30 વાગ્યે રાષ્ટ્ર જોગ પ્રવચનમાં તેમણે માર્શલ લો પરત ખેંચી લેવાયા હોવાની જાહેરાત કરી હતી. એ જાહેરાતના પગલે સુરક્ષા દળના જવાનો સંસદ ભવનમાંથી ઉચાળા ભરી ગયા હતા.


સાઉથ કોરિયાના પ્રમુખ યુન સૂક યેલોએ નોર્થ કોરિયા તરફના ખતરાનું તેમજ વિપક્ષોની દેશને અસ્થિર કરવાના પ્રયાસોનું બહાનું આગળ ધરી માર્શલનો લાદવાની જાહેરાત કરી હતી.


તેમના આ નિર્ણયના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. દેશભરમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. પાટનગર સિઓલમાં હજારો લોકો સંસદ ભવન સામે એકત્ર થઈ ગયા હતા અને માર્શલ લો પરત ખેંચવાની તેમજ પ્રમુખને રાજીનામું આપવાની માગણી કરતાં સૂત્રોચ્ચારો કર્યા હતા.


બીજી તરફ માર્શલ લો ની જાહેરાત સાથે જ સેનાના જવાનો ટેંકો તથા હથિયારધારી વાહનો સાથે સંસદ ભવન તરફ કુચ કરી ગયા હતા. એ સમયે દેખાવકારો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ થતાં અંધાધુંધી ફેલાઈ હતી. સુરક્ષા દળોએ સંસદ ભવનને સીલ કરી દીધું હોવા છતાં સતાધારી પક્ષ અને વિપક્ષના 300 માંથી 190 સાંસદો તેમાં પ્રવેશ કરી ગયા હતા અને માર્શલ લો પરત ખેંચવાના ઠરાવ ઉપર મતદાન કર્યું હતું.


ત્યારબાદ ચોમેર થી ભીંસમાં મુકાયેલા પ્રમુખે માર્શલ લો પરત ખેંચવાની ઘોષણા કરી હતી. આ ઘટનાને પગલે
પ્રમુખ યુન સૂક યેલોનું રાજકીય ભાવિ ખતરામાં મુકાઈ ગયું છે. નેશનલ એસેમ્બલીમાં બહુમતી ધરાવતા વિપક્ષો તથા સાઉથ કોરિયાની મુખ્ય લેબર પાર્ટીએ પ્રમુખની ધરપકડ કરી તેમની સામે કાયદેસર કામ ચલાવવાની માંગણી કરી હતી. પ્રમુખ તેમના પક્ષમાં પણ એકલા પડી ગયા હતા.સતાધારી પક્ષના સાંસદો અને નેતાઓએ પણ માર્શલ લો લાગુ કરી લોકશાહીની હત્યા કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો.

સિઆલમાં મધરાતે નાટ્યાત્મક દ્રશ્ય સર્જાયા

માર્શલ લો ની જાહેરાત સાથે જ સુરક્ષા દળના જવાનોએ રાજધાની સીઓલમાં રાજમાર્ગો અને વ્યુહાત્મક સ્થળો પર પોઝિશન સંભાળી લીધી હતી.

રાજધાનીના માર્ગો ટેંકો થી ધણધણી ઉઠ્યા હતા. સંસદ ભવનની છત ઉપર હેલિકોપ્ટર ઉતર્યા હતા. કેટલાક જવાનો સંસદ ભવનની બારીઓના કાચ તોડી અંદર પ્રવેશતા નજરે પડ્યા હતા. બીજી તરફ હજારો લોકોએ સંસદ ભવનને ઘેરો ઘાલ્યો હતો. છ કલાક સુધી ચાલેલા આ તમાશા બાદ પ્રમુખે માર્શલ નો પરત ખેંચવાની જાહેરાત કરતા હજારો દેખાવકારોએ વિજયોત્સવ મનાવ્યો હતો.અને સેનાના જવાનો સંસદ ભવન છોડી બેરેકમાં પરત ફર્યા હતા.

Share Article

Other Articles

Previous

હવે તમારે જાતે નાહવાની જરૂર નહી પડે…આ હ્યુમન વોશિંગ મશીન તમને નવડાવી પણ દેશે, જુઓ તસવીરો

Next

પાકિસ્તાની ટીમ નબળી ગણાતી ઝીમ્બાબ્વે સામે બળુકી સાબિત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
એશિયન ગેમ્સ સેમી-ફાઈનલમાં ભારતનો દબદબો: શ્રીલંકાને 124 રને કચડી ટીમ ઈન્ડિયા ફાઇનલમાં, ગોલ્ડ મેડલ માટે પાકિસ્તાન સામે મહામુકાબલો
11 મિનિટutes પહેલા
સસ્તા ક્રૂડ માટે ભારતીય ઓઈલ કંપનીઓએ બદલી વ્યૂહરચના: હોર્મુઝની સામુદ્રધુનીમાંથી તેલ લાવવા ટેન્કરો ભાડે લેવાનું શરૂ કર્યું
41 મિનિટutes પહેલા
કડવાશ વચ્ચે કૂટનીતિક સંવાદ: UNGA ના શાબ્દિક યુદ્ધ બાદ ભારતીય પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ પહોંચ્યું, ભારતીય રાજદ્વારીએ લાહોર જોવાની ઈચ્છા વ્યક્ત કરી
1 કલાક પહેલા
હવામાં હુમલો છતાં 174 મુસાફરોનો જીવ બચાવ્યો: ફ્લાયદુબઈના ભારતીય પાયલટ સ્મિત મચ્છરની વીરતા પર વિશ્વ ફિદા, PM મોદી, ટ્રમ્પ અને નેતન્યાહૂએ ગણાવ્યા સાચા હીરો
2 કલાક પહેલા
Categories

નેશનલ

3690 Posts

Related Posts

આજે દ્વારકાને સુદર્શન બ્રિજ અને જામનગરને સાયન્સ સેન્ટરની મળશે ભેટ
રાજકોટ
3 વર્ષ પહેલા
રાજકોટના અમરેલી ગામ પાસે નિર્માણ પામેલ કેન્સર હોસ્પિટલના ભૂમિ પૂજનને લઈને સરદાર પટેલ ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ શું કહ્યું ખોડલધામના ટ્રસ્ટી નરેશભાઈ પટેલે જુઓ વિડિયો
રાજકોટ
3 વર્ષ પહેલા
ઉત્તર પ્રદેશમાં પકડાયું નકલી લગ્ન કૌભાંડ, જુઓ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
કંગના રનૌતે રાહુલ ગાંધી વિષે શું કહ્યું ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર