વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ગણિતઃ ભારતને ફાયદો
ન્યૂઝીલેન્ડની ટીમે જાતે કરીને તકલીફ ઉભી કરી
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ગણિત પાછલા કેટલાક સમયથી સતત બદલાઈ રહ્યું છે, ઓસ્ટ્રેલિયા ટોપ પરથી નંબર-3 પર પહોંચી ગયું તો ન્યૂઝીલેન્ડની ટીમ ઉપર આવતા આવતા સરકીને પાંચમા નંબરે પહોંચી ગઈ છે. આ લિસ્ટમાં ભારત નંબર-1 છે અને સાઉથ આફ્રિકાએ જાદૂઈ છલાંગ લગાવી છે.
સાઉથ આફ્રિકાની શ્રીલંકા સામે જીત અને ઈંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડની હાર થતાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં મોટા ફેરફારો સર્જાયા હતા. આ ફેરફારોના કારણે ભારતને ફાયદો થયો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયા ત્રીજા નંબર પર સરકી ગયું છે. ન્યૂઝીલેન્ડની હાર થયા બાદ વધુ એક ફટકો પડ્યો છે અને તેના ત્રણ પોઈન્ટ્સ કપાયા છે. ધીમી ઓવર ગતિના લીધે તેને નિયમ પ્રમાણે નુકસાન ભોગવવું પડશે. ન્યૂઝીલેન્ડની ટીમ હવે પોતાના દમ પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પહોંચવા માટે સક્ષમ નથી, પરંતુ તેણે હવે બીજી ટીમો કેવું પ્રદર્શન કરે છે તેના પર નિર્ભર રહેવું પડશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કાંટાની ટક્કર થઈ શકે છે.
ન્યૂઝીલેન્ડના ઈંગ્લેન્ડ સામે ધીમી ઓવર ગતિના લીધે 3 પોઈન્ટ કાપવામાં આવ્યા છે. આ સાથે ન્યૂઝીલેન્ડની ટીમ એક સમયે આગળ ગતિ કરી રહી હતી તે પાંચમા નંબર પર સરકી ગઈ છે. ભારત આ સમયે 61.11% પોઈન્ટ્સ સાથે ટોપ પર છે, ન્યૂઝીલેન્ડના પોઈન્ટ કપાતા ભારતને ફાયદો થયો છે.
ન્યૂઝીલેન્ડના હવે 47.92 ટકા અંક થઈ ગયા છે અને તે ઈંગ્લેન્ડ સામે બાકી બચેલી બે મેચ જીત્યા પછી પણ પોતાના અંકોને વધુમાં વધુ 55.36% સુધી પહોંચાડી શકે છે. દક્ષિણ આફ્રિકા (56.26%) બીજા નંબરે, ઓસ્ટ્રેલિયા (57.26%) ત્રીજા નંબરે અને શ્રીલંકા (50%) સાથે ચોથા સ્થાન પર છે. ન્યૂઝીલેન્ડના હવે 47.92 ટકા અંક થઈ ગયા છે અને તે ઈંગ્લેન્ડ સામે બાકી બચેલી બે મેચ જીત્યા પછી પણ પોતાના અંકોને વધુમાં વધુ 55.36% સુધી પહોંચાડી શકે છે. દક્ષિણ આફ્રિકા (56.26%) બીજા નંબરે, ઓસ્ટ્રેલિયા (57.26%) ત્રીજા નંબરે અને શ્રીલંકા (50%) સાથે ચોથા સ્થાન પર છે.
ન્યૂઝીલેન્ડની ટીમ ચોથા નંબરે હતી પરંતુ તેના પોઈન્ટ્સ કપાવાથી તે ચોથ સ્થાનેથી પાંચમા સ્થાન પર સરકી ગઈ છે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે બીજી ટેસ્ટ 6 ડિસેમ્બરથી શરુ થઈ રહી છે અને આમાં ભારત જીતે તો પ્રથમ સ્થાન પર યથાવત રહેશે.
જો ભારત ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગવાસ્કર ટ્રોફીમાં બાકી રહેલી ચારમાંથી ત્રણ ટેસ્ટ જીતી જાય છે તો તે પોતાના દમ પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કરી લેશે. આ સિવાય તેણે બાકી ટીમો પર આધાર રાખવો પડશે.