રૂપાણીએ કહ્યુ કે કોઈ પોતાનુ નામ આગળ ન ધરે.. અને બધા ખડખડાટ હસ્યા
મહારાષ્ટ્રમાં વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરવા માટે મુંબઈમાં યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષક તરીકે પહોંચેલા વિજય રૂપાણીએ બેઠકની શરૂઆતમાં ધારાસભ્યોને પસંદગીનું નામ મુકવા માટે કહ્યુ હતું સાથોસાથ કહ્યું હતું કે, કોઈ પોતાના નામની દરખાસ્ત નહી કરી શકે. અર્થાત તમારે બીજા ધારાસભ્યનું નામ મુકવાનું રહેશે. વિજય રૂપાણીની આ વાત સાંભળીને બધા હસવા લાગ્યા હતા અને વાતાવરણ હળવુ થઇ ગયુ હતુ. આ પછી બધાએ એકી અવાજે દેવેન્દ્ર ફડનવીસનુ નામ લેતા તેમને નેતા જાહેર કરવામાં આવ્યા હતા.