The Roshans: ‘ધ રોશન્સ’નું પોસ્ટર રિલીઝ, નેટફ્લિક્સે ‘રોશન પરિવાર’ પર સીરિઝની કરી જાહેરાત
ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સે બુધવારે હૃતિક રોશનના પરિવાર પર આધારિત વિશેષ ડોક્યુમેન્ટરી -સિરીઝની જાહેરાત કરી છે. આ સીરિઝમાં દર્શકોને રોશન પરિવારની પ્રખ્યાત સિનેમા જર્ની વિશે નજીકથી જાણવાની તક મળશે. વધુમાં, તેમાં ત્રણ પેઢીના યોગદાન અને પરિવારના સભ્યોની વાર્તાઓનો સમાવેશ થશે. આ પ્રથમ વખત હશે જ્યારે રોશન પરિવાર તેમના જીવનની અંગત વિગતો અને સિનેમા પ્રત્યેના તેમના સમર્પણને લોકો સાથે શેર કરશે.
તાજેતરમાં, પ્રેક્ષકોએ સલીમ-જાવેદ પર આધારિત સિરીઝ જોઈ હતી અને તે પહેલાં, યશ ચોપરાની સફર દર્શાવતી ‘ધ રોમેન્ટિક્સ’ સિરીઝ પણ આવી હતી જ્યાં તેમના પરિવાર, મિત્રો અને ફિલ્મ જગતના સેલેબ્સ દ્વારા દિગ્ગજોની વાર્તા સાંભળવામાં આવી હતી. હવે રોશન પરિવાર પર પહેલીવાર વેબ સિરીઝ પણ આવી રહી છે. જ્યાં હિન્દી સિનેમામાં રોશન પરિવારનું યોગદાન બતાવવામાં આવશે. આ એક ડોક્યુમેન્ટ સીરિઝ હશે જેમાં રોશન લાલ, રાજેસ રોશન અને રાકેશ રોશનથી રિતિક રોશનની સફર બતાવવામાં આવશે.
Netflix લાવી રહ્યું છે રોશન પરિવારની ડોક્યુમેન્ટ્રી સિરીઝ. જ્યાં પરિવારના અંગત જીવનથી લઈને બોલિવૂડમાં આપેલા યોગદાન સુધીની દરેક બાબતો વિગતવાર બતાવવામાં આવશે. જ્યારે ઘણા સેલેબ્સના ઈન્ટરવ્યુ જોવા મળશે, તો રાકેશ રોશનથી લઈને રાજેશ રોશન સુધીના પરિવારના ન જોયેલા પાસાઓ પણ બતાવવામાં આવશે.
ધ રોશન્સઃ ડોક્યુ સિરીઝ
બુધવારે નેટફ્લિક્સે આ સીરિઝ સંબંધિત એક પોસ્ટર પણ શેર કર્યું હતું. જ્યાં તેણે લખ્યું કે, ‘મને એક એવા પરિવારની સફર બતાવવાનો મોકો મળ્યો કે જેણે સંગીત, જાદુ અને હિન્દી સિનેમામાં યાદગાર પળો આપી. આ પારિવારિક વારસો અને પ્રેમ છે. રોશન જુઓ. ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર.
શશિ રંજન તેનું દિગ્દર્શન કરશે
રોશન પરિવાર પણ આ રીતે તેમની વાર્તા કહેવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. પોતાની વાર્તા કહેવા માટે તેણે OTT પ્લેટફોર્મ Netflix પસંદ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે શશિ રંજન તેનું નિર્દેશન કરશે. જ્યારે રાકેશ રોશન કો-પ્રોડ્યુસ કરશે.
કોણ દેખાઈ શકે છે
કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહરૂખ ખાન, પ્રિયંકા ચોપરા, શામ કૌશલ સહિત ઘણા સ્ટાર્સ તેમના વિચારો વ્યક્ત કરતા જોવા મળી શકે છે. જેમણે રોશન પરિવાર સાથે કામ કર્યું છે અને તેમને નજીકથી ઓળખે છે. જોકે, મેકર્સે હજુ સુધી ડોક્યુ સિરીઝની રિલીઝ ડેટ જાહેર કરી નથી.
