કંપનીઓ વિચાર કરી રહી છે : ડિમાન્ડ ઓછી થયાનો દાવો
દેશમાં આગામી દિવસોમાં બાંધકામ મોંઘું થઈ શકે છે અને ઘર બનાવવા માંગતા લોકોને વધુ ખર્ચ કરવો પડશે તેવી શક્યતા છે. સિમેન્ટ કંપનીઓ 30-50 રૂપિયા પ્રતિ બેગનો ભાવ વધારવાનું વિચારી રહી છે તેમ બહાર આવ્યું છે અને આ માટે બેઠકો શરૂ થઈ ગઈ છે.
આગામી 6 મહિના સુધી સિમેન્ટના ભાવ વર્તમાન સ્તરે રહેવાની ધારણા છે. રાજ્યોમાં સિમેન્ટની માંગ હજુ પણ ઓછી છે, નબળી માંગને કારણે સિમેન્ટ કંપનીઓની કિંમતો વધારવાની યોજના મર્યાદિત હોઈ શકે છે.
નવેમ્બરમાં સિમેન્ટના ભાવમાં ઘટાડો થયો છે. બ્રોકરેજ અને સિમેન્ટ ડીલરોના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશમાં સિમેન્ટની કિંમત વાર્ષિક ધોરણે 2-3 ટકા ઓછી છે અને ઉત્તર પ્રદેશમાં પણ 2-3 ટકા ઓછી છે.
એનસીઆર અને રાજસ્થાનમાં 3-4 ટકા અને ગુજરાત અને મહારાષ્ટ્રમાં 5-7 ટકાનો વધારો જોવા મળ્યો છે. અન્ય રાજ્યોમાં પણ ભાવ વધી રહ્યા છે અને હવે કંપનીઓ વધુ ભાવ વધારવા વિચારી રહી છે.
બિહાર અને પશ્ચિમ બંગાળમાં 10-20 ટકાનો ઘટાડો થયો છે. એ જ રીતે કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણામાં પણ સિમેન્ટના ભાવમાં 15-20 ટકાનો ઘટાડો થયો છે.