નિકાહમાં થયો નોટોનો વરસાદ !! વરરાજાને દહેજમાં રૂ.2.5 કરોડ મળ્યા : કાજી પણ થયા માલામાલ, જુઓ વિડીયો
મેરઠમાં દિલ્હી-દેહરાદૂન હાઈવે પર એક મોટા રિસોર્ટમાં વૈભવી નિકાહ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિકાહ એટલા વૈભવી હતા કે લોકો જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. નિકાહમાં એક સૂટકેસમાં 2 કરોડ 56 લાખ રૂપિયા રોકડ દહેજ તરીકે આપવામાં આવ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લગ્નમાં જૂતા ચોરીની વિધિના નામે 11 લાખ રૂપિયા અને 8 લાખ રૂપિયા અલગથી આપવામાં આવ્યા છે. વાયરલ વીડિયો પર લોકોએ કમેન્ટ કરી છે કે ઈન્કમટેક્સ અને EDની ટીમ આવા લોકોના ઘરે દરોડા પાડે છે. આટલી રોકડ ક્યાંથી આવી અને તેનો હિસાબ કોણ લેશે તેવા સવાલ ઉઠયા છે.
मेरठ निकाह में दूल्हे पर बरसे करोड़ों रुपए!
— Kashish (کشش) कशिश (@Kashish_58) December 2, 2024
दूल्हे को दहेज में मिली 2 करोड़ 56 लाख की रकम,2.56 करोड़ में दूल्हे को 75 लाख मनपसंद गाड़ी,क़ाज़ी को 11 लाख,दुल्हन की बहन को जूता चुराई 11 लाख,दुल्हन के घरवालों ने मस्जिद में दान किए 8 लाख,रिसॉर्ट तक कई सूटकेसों में भरकर लाए गए थे नोट! pic.twitter.com/sAi2IT3Jaa
આ નિકાહ ચાર દિવસ પહેલા મેરઠના NH-58 પર એક મોટા રિસોર્ટમાં યોજાયા હતા. ગાઝિયાબાદથી જાન મેરઠ આવી હતી. નિકાહ દરમિયાન યુવતીના પરિવારે 2 કરોડ 56 લાખ રૂપિયાની રોકડ રકમ દહેજ તરીકે આપી હતી. પૈસા મોટા સૂટકેસમાં લાવવામાં આવ્યા હતા અને વરરાજાના પરિવારને સોંપવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકો વીડિયો બનાવી રહ્યા હતા. વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે આ રકમ 2.56 કરોડ રૂપિયા છે. વીડિયોમાં એવું સંભળાય છે કે જૂતા ચોરી કરવાના હેતુથી 11 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને 8 લાખ રૂપિયા ધાર્મિક સ્થળના નામે આપવામાં આવ્યા હતા.
વાયરલ વીડિયો પર લોકો કરી રહ્યા છે કોમેન્ટ
વાયરલ વીડિયોમાં નિકાહની વિધિ થતી જોઈ શકાય છે, જેમાં એક વ્યક્તિ કહે છે કે વર માટે 2.56 કરોડ રૂપિયા છે. જેમાં 75 લાખ રૂપિયા કાર માટે છે. જે પછી મસ્જિદના નામે આઠ લાખ રૂપિયા, નિકાહ પઢાવવા માટે અગિયાર લાખ રૂપિયા અને જૂતાચોરવા માટે 11 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. તમામ પૈસા રોકડમાં આપવામાં આવે છે.
જ્યારે આ પૈસા આપવામાં આવી રહ્યા છે ત્યારે ઘણા લોકો તેનો વીડિયો બનાવતા જોવા મળે છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લગ્નમાં આટલા પૈસા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે, કેટલાક લોકો તેને લગ્નમાં દેખાડો ખર્ચ ગણાવી રહ્યા છે, તો ઘણા લોકો આટલી રોકડ પર સવાલ ઉઠાવી રહ્યા છે.