તેલંગણા છત્તીસગઢ સરહદ નજીક એનકાઉન્ટરમાં સાત નકસલી ઠાર
રવિવારે છત્તીસગઢ તેલંગાણાની સરહદ નજીક તેલંગાણા ના જિલ્લામાં આવેલ ઈટુનગરમ પાસે
સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની મુઠભેડમાં સાત ઉગ્રવાદીઓનો ખાતમો બોલાવી દેવામાં આવ્યો હતો. મૃતકોમાં એક મહિલાનો સમાવેશ થાય છે.
ગૃહ મંત્રી અમિત શાહ આવતા અઠવાડિયે છત્તીસગઢના બસ્તર ની મુલાકાત લેવાના છે તે પહેલા જ આ ઘટના બની હતી. સુરક્ષા દળોના સૂત્રોના જણાવવાનું અનુસાર નક્સલવાદીઓ કોઈ મોટો હુમલો કરવાની તૈયારીમાં હતા. તેમની હિલચાલ અંગે ચોક્કસ માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને તે દરમિયાન થયેલા એન્કાઉન્ટરમાં નક્સલવાદીઓની તેલંગણા સ્ટેટ કમિટી અને ડિવિઝનલ કમિટીના સભ્યો સહિત સાત ઉગ્રવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. તેમની પાસેથી એકે 40 સેવન સહિત હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો.
આ વર્ષે દસ મોટા ઓપરેશનમાંજ 93 ઉગ્રવાદી ઠાર: તેમાં 36 તો મહિલા
છત્તીસગઢ,મહારાષ્ટ્ર અને તેલંગાણા સહિતના રાજ્યોમાં માઓવાદી ઉગ્રવાદીઓ સામે સુરક્ષા દળોએ કરેલી કાર્યવાહીમાં આ વર્ષે અત્યાર સુધીમાં 207 ઉગ્રવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં થયેલા ત્રણ એન્કાઉન્ટરમાં જ 42 નક્સલિઓનો ખાતમો બની ગયો હતો. માર્ચ મહિનામાં કાંકેરમાં થયેલા એન્કાઉન્ટરમાં 29 ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. 5 સપ્ટેમ્બર થી 20 માર્ચ સુધીમાં 10 મોટા એન્કાઉન્ટર થયા હતા જેમાં 36 મહિલા સહિત 93 ઉગ્રવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.