ડોલરનો વિકલ્પ શોધવાનું રહેવા દયો નહિતર પછી 100 ટકા ટેરિફ લાગશે
ભારત સહિત BRIKS દેશોને ટ્રમ્પ ની ધમકી
ઓક્ટોબર મહિનામાં રશિયાના કઝાન ખાતે મળેલી બ્રિક્સ રાષ્ટ્રોની બેઠકમાં ડોલરને બદલે બીજા ચલણમાં આંતરરાષ્ટ્રીય વ્યવહાર કરવા અંગે અને સ્થાનિક ચલણને મજબૂત કરવા અંગે ગહન ચર્ચા થઈ હતી. તેના પ્રતિભાવ રૂપે ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ રાષ્ટ્રોને એવી કોઈ પણ હિલચાલ કરવાથી દૂર રહેવા ચેતવણી આપી હતી.
જો આ દેશો ડોલરને હાંસિયામાં ધકેલવાની કોશિશ કરશે તો તેમના પર અમેરિકા 100 ટકા ટેરીટ લગાવશે
અને એ રાષ્ટ્રોએ અમેરિકામાં પોતાનો માલ વેચવાનું ભૂલી જવું પડશે તેવી ધમકી તેમણે આપી હતી. તેમણે કહ્યું કે બ્રિક્સ દેશો ડોલરને બદલે આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે અન્ય ચલણના ઉપયોગની ચર્ચા કરતા હોય અને અમેરિકા શાંત બેસીને જોતું રહે એ દિવસો પૂરા થઈ ગયા છે. તેમણે તેમના નિવેદનમાં ખૂબ કડક ભાષા વાપરી હતી. તેમણે કહ્યું કે ડોલરના વિકલ્પે વ્યવહાર કરવા માટે આ દેશો બીજા કોઈ ‘બેવકૂફ’ને શોધી શકે છે પણ તેમાં તેમને સફળતા નહીં મળે.
બ્રિક્સ સંગઠનમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. હવે તેમાં ઇજિપ્ત, ઈરાન અને યુએઈ પણ સામેલ થયા છે. ઓક્ટોબર મહિનામાં મળેલી સમીટમાં નોન ડોલર ટ્રાન્ઝેક્શન અને સ્થાનિક ચલણને મજબૂત કરવાની ચર્ચા થઈ હતી. સંયુક્ત નિવેદનમાં બ્રિક્સ દેશો વચ્ચેનું બેન્કિંગ નેટવર્ક મજબૂત કરવા અને સ્થાનિક ચલણમાં વ્યવહાર કરવાનો વિચાર રજૂ થયો હતો. જોકે સમીતના અંતે પુતીને હાલ પૂરતી પ્રવર્તમાન સ્વીફ્ટ સિસ્ટમ ચાલુ રાખવાનું અને ડોલરનો વિકલ્પ નક્કી થયો હોવાનું જાહેર કર્યું હતું.
બોક્સ
શું છે ભારતનું વલણ?
ઓક્ટોબર મહિનામાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે નોન ડોલર ટ્રાન્જેક્શન એ ભારતની આર્થિક નીતિનો હિસ્સો નથી પણ જો વ્યાપારિક ભાગીદારી ધરાવતો કોઈ દેશ ડોલરને સ્વીકારવા તૈયાર ન હોય તો એ સંજોગોમાં વિકલ્પ અંગે વિચારણા કરી શકાય છે.
નોંધનીય છે કે આ અગાઉ ટ્રમ્પે ભારત સામે ‘ ટેરિફ વોર ‘ શરૂ કરવાની ગર્ભિત ચેતવણી આપી હતી.