એકનાથ શિંદેની તબિયત બગડી ; ડોકટરોની ટીમ પહોંચી
સતારા ગામમાં શિંદેને સખત તાવ આવ્યો, ટેકેદારોમાં ચિંતા
મહારાષ્ટ્રમાંથી શનિવારે મોટા સમાચાર બહાર આવ્યા હતા. મુંબઈથી પોતાના ગામ સતારામાં પહોંચેલા રાજ્યના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે બીમાર પડ્યા છે. તે ભારે તાવથી પીડિત છે. સ્થિતિ એવી છે કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે ઘરની બહાર પણ નીકળી શકે એમ નથી.
શિંદેની હાલત જોઈને ડૉક્ટરોની એક ટીમ તેમના ગામ પહોંચી ગઈ હતી અને ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધન જંગી બહુમતી સાથે સત્તામાં પરત ફર્યું છે. જો કે વિભાગોના વિભાજનની સમસ્યાના કારણે હજુ સુધી સરકાર બની શકી નથી. આ બધા વચ્ચે એકનાથ શિંદે શુક્રવારે મુંબઈથી પોતાના ગામ આવ્યા હતા.
એમણે શુક્રવારે પણ મીડિયાને એમ કહ્યું હતું કે મારી તબિયત ખરાબ છે માટે હું ઘરે જઈ રહ્યો છું અને હું તમને ફરીવાર મળીને વાત કરીશ. શનિવારે એમની તબિયત વધુ બગડી ગઈ હતી.