દિલ્હીમાં શું બની ઘટના ? કેવી રીતે ભય ફેલાયો ? શુ થયું ? વાંચો
દિલ્હીમાં ધડાકો: કોઈ જાનહાની થઈ નથી
દિલ્હીના પ્રશાંત વિહારમાં પીવીઆર નજીક ગુરુવારે એક જોરદાર વિસ્ફોટ થયો હતો અને વિસ્તારમાં ભય ફેલાઈ ગયો હતો. જો કે તેમાં કોઈ જાનહાનિ થઈ નહતી કે કોઈ ઘયલ થયા નથી. દિલ્હી પોલીસને આ ઘટના વિશે જાણકારી મળી હતી. જેના બાદ પોલીસ ટુકડી ઘટનાસ્થળે ત્વરિત દોડી આવી હતી અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઘટનાસ્થળ પરથી પોલીસને એક સફેદ પાવડર મળી આવ્યો હતો અને તેની તપાસ શરૂ કરી દેવાઈ હતી. આ વિસ્તારમાં 20 ઓક્ટોબરના રોજ પણ ધડાકો થયો હતો. આ ધડાકાઓ પાછળ દિલ્હીમાં વ્યાપક હિંસા કરવાનું કોઈ કાવતરું છે કે કેમ તે બારામાં તપાસ શરૂ કરાઇ હતી.
પોલીસના ટોચના અધિકારીઓને આ ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જ્યારે ફાયર વિભાગના જણાવ્યાનુસાર પ્રશાંત વિહારના બંસી સ્વીટ્સ નામની દુકાન નજીક શંકાસ્પદ વિસ્ફોટ થયાની જાણકારી પીસીઆર કૉલ પર મળી હતી.
જેના બાદ ફાયરબ્રિગેડના ચાર વાહનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. બંસી સ્વીટ્સની નજીકમાં જ આ વિસ્ફોટ પાર્કની બાઉન્ડ્રી પાસે થયો હતો. માહિતી અનુસાર વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે સફેદ પાઉડર જેવી વસ્તુ વિખેરાયેલી મળી હતી.