ગૌતમ અદાણી કે સાગર અદાણી સામે લાંચ આપ્યાનો કોઈ આરોપ છે જ નહીં
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે કર્યો મોટો ખુલાસો
અમેરીકી અરોપનામાની ખોટી સમજણને કારણે અદાણીના ત્રણ ડાયરેક્ટરોનું નામ ખોટી રીતે ઢસડયું
અદાણી ગ્રુપ સામે ભારતના સૌથી મોટો પાવર સપ્લાય પ્લાન્ટ મેળવવા માટે 2000 કરોડ કરતાં વધારે રકમની લાંચ આપી હોવાના અમેરિકી અદાલતમાં રજૂ થયેલા આરોપનામા અંગે અદાણી જૂથે સતાવાર ખુલાસો કરી એ આખા આરોપનામામાં ક્યાંય પણ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી તેમના ભત્રીજા સાગર અદાણી તથા સિનિયર એક્ઝિક્યુટિવ વનિત જૈન સામે લાંચ આપવાનો આરોપ ન હોવાનો દાવો કર્યો હતો.
અદાણી ગ્રુપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા સ્ટોક એક્સચેન્જમાં રિપોર્ટ રજૂ કરાયા બાદ એ ગ્રુપના વકીલ મુકુલ રોહતગીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા રજુ કરાયેલા આરોપનામામાં આ ત્રણ ડાયરેક્ટરો દ્વારા ફોરેન કરપ્શન પ્રેક્ટિસ એક્ટનું ઉલ્લંઘન કરવાનો કોઈ આરોપ મૂકવામાં આવ્યો નથી.
તેમણે કહ્યું કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસે કુલ પાંચ આરોપ ઘડ્યા છે. તેમાં બે આરોપમાં અદાણી ગ્રૂપના આ ત્રણ ડાયરેક્ટરોના નામ નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે ફોરેન કરપ્શન પ્રેક્ટિસ એક્ટ નું ઉલ્લંઘન કરવાના ષડયંત્ર તેમ જ ન્યાયિક પ્રક્રિયામાં બાધા નાખવાના ષડયંત્રના આરોપમાં ગૌતમ અદાણી, સાગર અદાણી કે વનિત જૈન નું નામ નથી.
તેમણે ઉમેર્યું કે ભ્રષ્ટાચાર અને લાંચના આરોપમાં માત્ર રણજીત ગુપ્તા, સીરીલ કેબનેસ, સૌરભ અગ્રવાલ દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલ ના નામનો ઉલ્લેખ છે. બાકીના ત્રણ આરોપ સિક્યોરિટીઝ છેતરપિંડી ષડયંત્ર, વાયર છેતરપિંડી ષડયંત્ર અને સિક્યોરિટીઝ છેતરપિંડી અંગેના છે.
રોહતગીએ અમેરિકાના ખોટા આરોપ અને મીડિયા દ્વારા થયેલા અવિચારી રિપોર્ટિંગને કારણે
ગૌતમ અદાણી સહિતના ત્રણ ડાયરેક્ટરો સામે લાંચ નો આરોપ હોવાની ખોટી માહિતી રજૂ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.
અરોપનામામાં લાંચ અપાઇ છે એવી કોઈ પુરાવો સામેલ નથી
મુકુલ રોહતગી એ કહ્યું કે અદાણી ગ્રુપના અધિકારીઓ દ્વારા ભારતીય અધિકારીઓને લાંચ આપવામાં આવી હોય તે અંગેનો કોઈ પુરાવો આરોપનામાં જોડવામાં નથી આવ્યો. આખું આરોપનામું એ ધારણા ઉપર ઘડવામાં આવ્યું છે કે લાંચ આપવા અંગે ચર્ચા થઈ હતી અને લાંચ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. અધિકારીઓને લાંચ આપવામાં આવી હોય તેવો પણ કોઈ પુરાવો ચાર્જશીટમાં નથી.
અદાણી જૂથના માર્કેટ કેપીટલમાં 11 અબજ ડોલરનો ઘટાડો થયો
મુકુલ રોહતગીએ અમેરિકી આરોપનામાને ખોટું ગણાવી
તેનાથી અદાણી જૂથને થયેલા નુકસાન ની વિગતો વર્ણવી હતી. તેમણે કહ્યું કે આ આરોપનામાં ને કારણે અદાણી જૂથના ભાગીદારો, રોકાણકારો અને લોકો અદાણી જૂથ સાથેના વ્યવહાર અંગે પુનઃ વિચાર કરવા પ્રેરાયા હતા. અનેક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ રદ થયા હતા. આ આરોપનામાંને કારણે અદાણી જૂથની 11 ડિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપીટલમાં 11 અબજ ડોલરનો ઘટાડો થયો હોવાનું તેમણે જણાવ્યું હતું.