અદાણી પ્રકરણની ભારત સાથેના સબંધો પર કોઈ અસર નહીં થાય
ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે ન્યયોર્કની અદાલતમાં રજૂ થયેલા આરોપનામાની ભારત અને અમેરિકાના સબંધો પર કોઈ અવળી અસર નહીં પડે તેવો વિશ્વાસ વ્હાઈટ હાઉસે વ્યક્ત કર્યો હતો.
પત્રકારો સાથેની વાતચીતમાં વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન – પિયારે કહ્યું કે અદાણી સામેના આરોપોની યુએસ વહીવટીતંત્રને જાણકારી છે.અદાણી સામેના લાંચ અને છેતરપિંડીના આરોપ થકી સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર સક્ષમ છે તેવું તેમણે ઉમેર્યું હતું.
અમેરિકા અને ભારતના સંબંધો પર આ કેસના અસર વિશે, વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત આધાર પર નિર્મિત છે. વ્હાઇટ હાઉસની પ્રવક્તા કારિન જિન-પિયરએ જણાવ્યું કે તેઓ આ સમસ્યાને પાર કરવામાં સક્ષમ છે, અને આ કેસના કારણે સંબંધોમાં કોઈ તણાવ નહીં આવે. તેઓએ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો લોકો વચ્ચેના પારસ્પરિક સંબંધો અને વૈશ્વિક મુદ્દાઓ પરના સહકાર દ્વારા મજબૂત બન્યા છે.તેમણે વધુમાં કહ્યું કે આરોપો અંગે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન અને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ જ અભિપ્રાય આપી શકે પણ એટલું જરૂર કહી શકાય કે બન્ને દેશો વચ્ચેના સબંધો મજબૂત પાયા પર ઊભા છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકરણ અંગે ભારત સરકારે હજુ સુધી કોઈ સતાવાર પ્રક્રિયા નથી આપી.