Royal Enfield Goan Classic 350 : કિલર લુક સાથે આવી રોયલ એનફિલ્ડની નવી બોબર બાઇક, જાણો ધમાકેદાર ફીચર્સ અને કિંમત વિશે
રોયલ એનફિલ્ડે બુધવારે (20 નવેમ્બર) એક તદ્દન નવી બાઇક Royal Enfield Gone Classic 350 જાહેર કરી છે. આ બોબર-શૈલીની મોટરસાઇકલ કંપનીની સૌથી લોકપ્રિય બાઇક ક્લાસિક 350 પર આધારિત છે. તેને એક સિંગલ અને ત્રણ ડ્યુઅલ ટોન કલર વિકલ્પો સાથે રજૂ કરવામાં આવ્યું છે. આમાં બ્લેક સિંગલ કલરની સાથે સાયન + ઓરેન્જ, મરૂન + બ્લેક અને પર્પલ + બ્લેક ડ્યુઅલ ટોન કલર વિકલ્પોનો સમાવેશ થાય છે.
આ બોબર-સ્ટાઈલવાળી મોટરસાઈકલની કિંમત કંપનીની આગામી વાર્ષિક બાઇકિંગ ઈવેન્ટ Motoverseમાં જાહેર કરવામાં આવશે, જે 22 અને 24 નવેમ્બરની વચ્ચે ગોવામાં યોજાશે. તેની કિંમત 1.93-2.30 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) વચ્ચે હોઈ શકે છે. બાઇકની સીધી સ્પર્ધા Jawa 42 Bobber સાથે થશે. આ સિવાય તે Benelli Imperiale 400 અને Honda H’ness 350 ને સ્પર્ધા આપશે.
હાલમાં કંપનીએ માત્ર નવી ગોઆન ક્લાસિક 350ને જ પ્રદર્શિત કરી છે. તેને સત્તાવાર રીતે 23 નવેમ્બરે વેચાણ માટે લોન્ચ કરવામાં આવશે. તેની કિંમતો પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે. આ મોટરસાઇકલ કુલ ચાર ડ્યુઅલ-ટોન કલર વિકલ્પોમાં ઉપલબ્ધ હશે. જેમાં રેવ રેડ, ટ્રિપ ટીલ, પર્પલ હેઝ અને શોક બ્લેક કલર વેરિઅન્ટ્સ સામેલ છે.
ગોઆન ક્લાસિક 350 કેવી છે ??
જેમ કે અમે કહ્યું કે ગોઆન ક્લાસિક 350 રેગ્યુલર ક્લાસિક 350 પર આધારિત છે. પરંતુ બોબરના વલણ અને અપીલને જાળવી રાખવા માટે ડિઝાઇન અને ઉપકરણોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. ક્લાસિકની જેમ, આ બાઇકને ડબલ ડાઉન-ટ્યુબ ચેસિસ પર બનાવવામાં આવી છે. બાઇકમાં સબફ્રેમ નથી, પરંતુ તેના બદલે બોબર-શૈલીની ઓવરહેંગ સીટ છે જેમાં દૂર કરી શકાય તેવી પિલિયન સીટ છે.
બાઇકના આગળના ભાગમાં LED હેડલેમ્પ્સ અને ક્લાસિક 350 જેવા સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ છે. જોકે, બાઇકનું હેન્ડલબાર ક્લાસિકથી બિલકુલ અલગ છે. તેને APE હેન્ડલબાર આપવામાં આવ્યું છે. આ સિવાય, ફોરવર્ડ-સેટ ફૂટપેગ્સ અને નીચલી સીટની ઊંચાઈ 750 એમએમ આ બાઇકને યોગ્ય બોબર સ્ટાઇલ આપે છે.
વ્હીલ્સ ક્લાસિકથી અલગ છે:
વર્તમાન રેગ્યુલર ક્લાસિક 350 મોડલમાં, કંપનીએ આગળના ભાગમાં 19 ઈંચ અને પાછળના ભાગમાં 18 ઈંચના વ્હીલ્સ આપ્યા છે. જ્યારે આ નવી ગોઆન ક્લાસિકમાં આગળના ભાગમાં 19 ઇંચ અને પાછળના ભાગમાં 16 ઇંચના વ્હીલ્સ છે. જેના કારણે બાઇકનો પાછળનો ભાગ એકદમ નીચો દેખાય છે. પરંતુ વ્હીલ્સનું આ સંચાલન બોબર શૈલી માટે એકદમ યોગ્ય છે.
તેના ટાયર પર વ્હાઇટ વોલ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય, સ્લેશ-કટ સાયલેન્સર પણ બાઇકની સાઇડ પ્રોફાઇલને સુધારે છે. સફેદ રંગના ટાયર અને સ્ટાઇલિશ સીટ આ બાઇકની સ્પોર્ટીનેસને વધારે છે. રોયલ એનફિલ્ડે ગોવાને ટ્યુબલેસ વાયર-સ્પોક વ્હીલ્સથી સજ્જ કર્યું છે, જે પંચરની મુશ્કેલીને પણ દૂર કરે છે.
પાવર એન્ડ પર્ફોમન્સ :
તેનું એન્જિન મિકેનિઝમ ક્લાસિક 350 જેવું જ છે. ગોઆમાં પણ સમાન J-સિરીઝ 349 cc સિંગલ-સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન છે. જે 20 bhpનો પાવર અને 27 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.
હાર્ડવેર:
મોટરસાઇકલમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં ટ્વિન શોક એબ્સોર્બર સસ્પેન્શન સેટઅપ છે. બ્રેકિંગની વાત કરીએ તો બંને છેડે ડિસ્ક બ્રેક્સ ઉપલબ્ધ છે. જે ડ્યુઅલ-ચેનલ એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS)થી સજ્જ છે. બાઇકનું વજન 197 કિલો છે.
શું હશે કિંમત:
અત્યારે આ બાઇકના લોન્ચિંગ પહેલા તેની કિંમત વિશે કશું કહેવું મુશ્કેલ છે. પરંતુ એવું માનવામાં આવે છે કે કંપની નવી Goan Classic 350ને રૂ. 2.10 લાખની પ્રારંભિક કિંમતે લોન્ચ કરી શકે છે. વર્તમાન ક્લાસિક 350ની કિંમત રૂ. 1.93 લાખથી શરૂ થાય છે અને ટોચના વેરિઅન્ટ માટે રૂ. 2.25 લાખ સુધી જાય છે.