ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ગુજરાતમાં ટેકસ ફ્રી : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત
ગોધરાકાંડ પર બનેલી વિક્રાંત મેસીની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. તેને બોક્સ ઓફિસ પર સકારાત્મક માઉથ પબ્લિસિટીનો ફાયદો થતો જણાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા આ ફિલ્મના વખાણ કરવામાં આવ્યા હતા. અનેક જગ્યા પર આ ફિલ્મ ટેક્સ ફ્રી થઈ ગઈ છે ત્યારે હવે ગુજરાતમાં પણ આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવાની જાહેરાત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. ફિલ્મ નિહાળ્યા બાદ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ફિલ્મને ટેક્સ ફ્રિ કરવાનું એલાન કર્યું હતુ. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી હતી. CM ભૂપેન્દ્ર પટેલ સાથે જિતેન્દ્ર અને એકતા કપૂર પણ સિટીગોલ્ડ ખાતે હાજર રહ્યાં હતા. તેમજ હર્ષ સંઘવી અને અન્ય નેતાઓએ પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી હતી. જો કે સોશિયલ મીડિયા પર મોદી- શાહ પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે. ગોધરાકાંડ પર ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ આધારિત છે.
હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત
‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ જોયા બાદ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યુ છે. ગોધરાકાંડના સત્યને દરેક લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે તેવુ જણાવ્યુ છે. દેશના પ્રત્યેક નાગરિકો સમક્ષ સત્ય રજૂ કરતી ફિલ્મ હોવાનું જણાવ્યુ છે. દુનિયાના ખૂણે ખૂણે સાચી માહિતી અને ઘટના પહોંચશે. CM સાથે રાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સૌ એક સાથે ફિલ્મ નિહાળી હતી. ધ સાબરમતી રિપોર્ટના નિર્મતાનો આભાર માનું છું.