Tech Tips : WhatsAppમાં થઈ શકે છે કોલ રેકોર્ડીંગ !! આ ટ્રિકનો ઉપયોગ કરીને તમે કરી શકો છે કોલ રેકોર્ડીંગ
WhatsAppનો ઉપયોગ આજે બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે. WhatsAppમાં અવનવા ફીચર આપીને યુઝર્સને આકર્ષવામાં આવે છે. ત્યારે WhatsAppમાં એક મુશ્કેલી છે. તેમાં કૉલ ગમે તેટલો મહત્વપૂર્ણ હોય, તમે તેને રેકોર્ડ કરી શકતા નથી. વોટ્સએપ કોલ રેકોર્ડ કરવું સરળ નથી કારણ કે વોટ્સએપ પોતે કોલ રેકોર્ડિંગની સુવિધા આપતું નથી. આ હોવા છતાં, તમે કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરીને WhatsApp કૉલ્સ રેકોર્ડ કરી શકો છો.તો ચાલો જાણીએ આ પધ્ધતિ વિશે,.
WhatsApp આજે વિશ્વની સૌથી મોટી ઇન્સ્ટન્ટ મલ્ટીમીડિયા મેસેજિંગ એપ્લિકેશન છે. વ્હોટ્સએપનો ઉપયોગ પ્રોફેશનલથી લઈને અંગત સ્તર સુધી થઈ રહ્યો છે. વોટ્સએપની એક સમસ્યા એ છે કે કોલ ગમે તેટલો મહત્વપૂર્ણ હોય, તમે તેને રેકોર્ડ કરી શકતા નથી. પરંતુ નીચેની પધ્ધતિ આપવાનીને તમે તમારી સમસ્યા દૂર કરી શકો છો.
Android ઉપકરણો માટે
ube કૉલ રેકોર્ડર જેવી એપ WhatsApp અને અન્ય VoIP કૉલ્સને રેકોર્ડ કરી શકે છે. એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને જરૂરી પરવાનગીઓ આપો. WhatsApp કૉલ શરૂ કરો. આ પછી એપ આપોઆપ કોલ રેકોર્ડ કરશે. ખાતરી કરો કે તમારું ઉપકરણ એપ્લિકેશનને યોગ્ય રીતે સપોર્ટ કરે છે.
આઇફોન માટે
થર્ડ પાર્ટી કૉલ રેકોર્ડિંગ એપ્લિકેશન્સ iOS માં મર્યાદિત છે. તમે સ્ક્રીન રેકોર્ડરનો ઉપયોગ કરી શકો છો. iPhone ની સ્ક્રીન રેકોર્ડિંગ સુવિધા ચાલુ કરો. WhatsApp કૉલ શરૂ કરો. ખાતરી કરો કે તમારો માઇક્રોફોન ચાલુ છે જેથી કોલ રેકોર્ડ કરી શકાય.