મણીપુરમાં બે બાળકો અને મહિલાની લાશ મળ્યા બાદ નવેસરથી તંગદિલી
મણીપુરમાં આસામ બોર્ડર નજીક જીબારામ જીલ્લાની જીરી નદીમાંથી શુક્રવારે મોડી સાંજે બે બાળકો અને એક મહિલાની લાશો મળી આવતા ભારે તનબેલી સર્જાઈ હતી. જીબરામ માં સુરક્ષા દળોએ 11 ઉગ્રવાદીઓને ઠાર માર્યા ત્યારે કુકી ઉગ્રવાદીઓ
મણીપુરના સરકારી કર્મચારી લાઇશરામ હેરોજીતના બે બાળકો, પત્ની સાસુ અને સાળીનું બોટમાં અપહરણ કરી ગયા હતા. આ લાશો એ પરિવારના સભ્યોની જોવાનું માનવામાં આવે છે.
જીબારામમાં સીઆરપીએફની છાવણી પર હુમલો કરનાર 11 ઉગ્રવાદીઓને ઠાર મારવામાં આવ્યા તે પછી
વાતાવરણ ભારે તંગ બન્યું છે. બીજા જ દિવસે ઉગ્રવાદીઓએ વધુ એક વખત સુરક્ષાદળોના કાફલા પર હુમલો કર્યો હતો. એક શરણાર્થી કેમ્પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. સીઆરપીએફ અને ઉગ્રવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ હતું ત્યારે કુકી ઉગ્રવાદીઓના એક જૂથે આ પરિવારના છ સભ્યોના અપહરણ કર્યા હતા.
એ બંધકોની મુક્તિ માટે ઇમ્ફાલમાં હજારો લોકોએ મીણબત્તી સરઘસ કાઢી પ્રાર્થના કરી હતી. મેઈતી સમુદાયે એ બંધકોની મુક્તિ માટે સત્વરે પગલા લેવા વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો.જોકે શુક્રવારે બે માસુમ બાળકો અને એક મહિલાની લાશ મળ્યા બાદ બાકીના ત્રણ અપહૃત પરિવારજનોની નિયતિ વિશે પણ અમર શંકાઓ જન્મી છે.
સીઆરપીએફ સામે પગલાં લેવાની માંગ કુકી સમુદાયના હજારો લોકો રસ્તા પર
સાતમી નવેમ્બરે સીઆરપીએફએ જે 11 હથિયારધારી લોકોને મારી નાખ્યા તે ઉગ્રવાદી નહીં પરંતુ ગ્રામ્ય સ્વયંસેવકો હતા એવા દાવા સાથે કુકી ઝો સમુદાયના હજારો લોકો વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે સીઆરપીએફના જવાબદાર કર્મચારીઓ સામે હત્યાનો ગુનો નોંધવાની માંગણી કરી હતી. મણીપુરમાં સાતમી નવેમ્બરે કથિતપણે મેઇટી સમુદાયના લોકો દ્વારા કુકી સમુદાયની એક શિક્ષિકા પર દુષ્કર્મમાં ગુજારી જીવતી સળગાવી દેવાની ઘટના બાદ સ્ફોટક સ્થિતિ નિર્માણ પામી છે.